Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતા સાથે બોલાચાલી બાદ 15 વર્ષનો પુત્ર બાથરૂમમાં બંધ થયો:'કંઈક કરી બેસશે'ના ડરે પિતાએ ફાયરને બોલાવી; લોક તોડી કિશોરને બચાવ્યો, કાઉન્સિલિંગ કરાયું

    1 day ago

    સુરત શહેરના ભટાર વિસ્તારમાં પિતા અને પુત્ર વચ્ચે થયેલા સામાન્ય વિવાદે ગંભીર વળાંક લીધો હતો. બોલાચાલીથી નારાજ થઈ 15 વર્ષીય કિશોરે પોતાને બાથરૂમમાં બંધ કરી અંદરથી કડી મારી દીધી હતી. પિતાના વારંવારના પ્રયાસો છતાં પુત્ર બહાર ન આવતા અને કોઈ અણબનાવ બનવાની આશંકા સેવાતા પિતાએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર અને પોલીસ વિભાગની ટીમે તાકીદે પહોંચી બાથરૂમનું લોક તોડી કિશોરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. વનિતા એપાર્ટમેન્ટમાં બની ઘટના મળતી માહિતી મુજબ, ભટાર રોડ પર આવેલા વનિતા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારમાં પિતા અને 15 વર્ષના પુત્ર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આવેશમાં આવી ગયેલા કિશોરે સીધો બાથરૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પિતાએ દરવાજો ખટખટાવી પુત્રને બહાર આવવા ઘણી આજીજી કરી હતી, પરંતુ અંદરથી કોઈ પ્રતિભાવ ન મળતાં પિતા ચિંતામાં મુકાયા હતા. પુત્ર ખોટું પગલું ભરી લેશે તેવા ડરે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કિશોર વયના પુત્રના આ વર્તનથી ગભરાયેલા પિતાને શંકા ગઈ કે પુત્ર અંદર કોઈ અવિચારી પગલું ન ભરી બેસે. પરિસ્થિતિ વણસતી જોઈ પિતાએ સમય ગુમાવ્યા વિના સીધો ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરી સમગ્ર હકીકત જણાવી મદદ માંગી હતી. ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ કંટ્રોલ રૂમ તરફથી કોલ મળતાં જ મજુરા ફાયર સ્ટેશનની ટીમ તેમજ ઉમરા પોલીસ મથકનો કાફલો તાબડતોબ વનિતા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી ગયો હતો. સ્થળ પર પરિસ્થિતિની ગંભીરતા પારખી ફાયરના જવાનોએ સાધન-સામગ્રીની મદદથી બાથરૂમના દરવાજાનો લોક તોડી નાખ્યો હતો અને કિશોરને હેમખેમ બહાર કાઢ્યો હતો. પોલીસે કાઉન્સિલિંગ કરી પુત્રને પિતાને સોંપ્યો સુરક્ષિત રીતે બહાર કઢાયેલા કિશોરને ઉમરા પોલીસે પોતાની સાથે રાખી શાંત પાડ્યો હતો. આવેશમાં આવીને આવું પગલું ન ભરવા અને પરિવાર સાથે વાતચીતથી પ્રશ્નો ઉકેલવા અંગે પોલીસ અધિકારીઓએ તેનું વ્યવસ્થિત કાઉન્સિલિંગ કર્યું હતું. યોગ્ય સમજાવટ બાદ કિશોરને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો, જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    લાખોની કમાણી સામે હજારો ખેલૈયાઓની સુરક્ષા રામભરોસે?:સુરતમાં 23 કોમર્શિયલ ગરબા માટે પોલીસ મંજૂરી મંગાઈ, ફાયરમાં હજુ ‘ખાતું’ પણ નથી ખુલ્યું
    Next Article
    Vvan - Force of the Forrest Box Office Day 12: Film Gets A Midweek Boost

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment