Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:મિરજાપર હાઈવે પર ટ્રેઇલરે બાઈકને અડફેટે લેતા એકનું મોત

    5 days ago

    શહેરથી મિરજાપર તરફ જતા હાઈવે પર કિયાના શોરૂમ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.જેમાં માધાપરના ત્રણ યુવકો બાઈક પર લગ્ન પ્રસંગેથી પરત આવતા હતા ત્યારે ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા એકનું મોત થયું હતું જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રોહિતભાઈ બાવાભાઈ મહેશ્વરીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી ટ્રેઇલર નંબર જીજે 39 ટી 9187 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ શુક્રવારે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદી અને તેના મિત્ર મોહન મહેશ્વરી અને હર્ષ ઉર્ફે અશ્વિન પીંગોલ બાઈક નંબર જીજે 12 એચઈ 1621 વાળુ લઈને કોટડા રોહા લગ્ન પ્રસંગે ગયા હતા.જ્યાંથી રાત્રે પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ફરિયાદી બાઈક હંકારી રહ્યા હતા.એ દરમિયાન મિરજાપર નજીક કિયા શોરૂમ પાસે આરોપી ટ્રેઇલર ચાલકે બાઈકને હડફેટે લીધો હતો.જેમાં ફરિયાદી સહીત ત્રણેય ફંગોળાઈ ગયા હતા.અકસ્માતનો બનાવ બનતા તાત્કાલિક ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી અને તેના મિત્ર મોહનને ઈજાઓ પહોચી હતી.જ્યારે હર્ષ પીંગોલને માથાના ભાગે ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું.સમગ્ર મામલે પોલીસે આરોપી ટ્રેઇલરના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આયોજન:હીટવેવ સામે લડવા આરોગ્ય તંત્ર ‘એક્શન મોડ’માં, હોસ્પિટલોમાં ખાસ વોર્ડ કાર્યરત
    Next Article
    પુનઃકાર્યરત:અકસ્માતમાં છૂંદાયેલો હાથ પ્લાસ્ટિક સર્જરી દ્વારા ફરી કામ કરતો થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment