Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:હીટવેવ સામે લડવા આરોગ્ય તંત્ર ‘એક્શન મોડ’માં, હોસ્પિટલોમાં ખાસ વોર્ડ કાર્યરત

    5 days ago

    હાલ કચ્છ સહીત સમગ્ર રાજ્ય સૂર્યદેવતા આકારો પ્રકોપ વર્ષાવી રહ્યા છે. સતત વધી રહેલા તાપમાન અને હવામાન વિભાગની હીટવેવની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ, કચ્છના નાગરિકોને લૂ અને હીટસ્ટ્રોકથી બચાવવા માટે જિલ્લાની તમામ હોસ્પિટલોમાં આયોજન કરી દેવામાં આવ્યા છે. હીટવેવના શંકાસ્પદ કેસોમાં દર્દીઓને ત્વરિત અને અસરકારક સારવાર પૂરી પાડવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા બેડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર 2-2 બેડ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં 5-5 બેડ અને જિલ્લા કક્ષાની તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં 10-10 બેડ ધરાવતા ખાસ હીટવેવ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ વોર્ડમાં કૂલિંગ ફેન જેવી પૂરતી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે જેથી દર્દીના શરીરનું તાપમાન ઝડપથી સામાન્ય કરી શકાય અને જાનહાનિ નિવારી શકાય. જિલ્લાના તમામ પ્રાથમિક અને શહેરી આરોગ્ય કેન્દ્રો પર 11,000 જેટલા આઈસપેક ફ્રોઝન કરીને તૈયાર રાખવામાં આવ્યા છે. ગંભીર કિસ્સામાં દર્દીને શિફ્ટ કરતી વખતે 108 એમ્બ્યુલન્સમાં જ ‘કૂલિંગ થેરાપી’ મળી રહે તે માટે આઈસપેક અને જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. સાથોસાથ છેવાડાના ગામડાઓ સુધી આશા બહેનો અને સબ-સેન્ટરો પર ORS ના પેકેટનો પૂરતો સ્ટોક પહોંચાડી દેવાયો છે. ભૌગોલિક સ્થિતિ અને હાઈ-રિસ્ક ગ્રુપ પર ફોકસ કચ્છની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને કારણે રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવાતી ‘હ્યુમિડ હીટ’ (ભેજવાળી ગરમી) સ્વાસ્થ્ય માટે વધુ જોખમી હોઈ તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે, જેમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓ જેવા ‘હાઈ-રિસ્ક’ ગ્રુપની સતત દેખરેખ રાખવા તમામ કમ્યુનિટી હેલ્થ ઓફિસરને તાકીદ કરાઈ છે. આ ઉપરાંત કચ્છમાં નોંધાયેલ રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાનના અનુભવોને ધ્યાને રાખીને તંત્ર વધુ સતર્ક બન્યું છે, જેના ભાગરૂપે ફિલ્ડમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને બપોરે 12 થી 4 દરમિયાન સખત મજૂરી ટાળવા તેમજ ફરજિયાત સુતરાઉ કપડાં પહેરવા જેવી માર્ગદર્શિકા સાથે વર્કિંગ અવર્સમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. નાગરિકો માટે તંત્રની અપીલ આરોગ્ય તંત્રએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા, છાશ અને લીંબુ પાણી જેવા પ્રવાહી આહાર લેવા અપીલ કરી છે. જો અચાનક ચક્કર આવવા, ખૂબ તાવ આવવો કે ઉલ્ટી જેવા લક્ષણો જણાય, તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સ્માર્ટ મીટર મુદ્દે ગૂંચવણ:92,682 જોડાણ સામે માત્ર 22,490 સ્માર્ટ મીટર લાગ્યા
    Next Article
    અકસ્માત:મિરજાપર હાઈવે પર ટ્રેઇલરે બાઈકને અડફેટે લેતા એકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment