Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્માર્ટ મીટર મુદ્દે ગૂંચવણ:92,682 જોડાણ સામે માત્ર 22,490 સ્માર્ટ મીટર લાગ્યા

    5 days ago

    ભુજમાં પીજીવીસીએલ દ્વારા વીજ વ્યવસ્થાને વધુ ડિજિટલ અને આધુનિક બનાવવા માટે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આ પ્રોજેક્ટને લઈને ગ્રાહકોમાં ફરિયાદો અને ગૂંચવણ સતત વધી રહી છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર ભુજ વિસ્તારમાં કુલ 92,682 વીજ કનેક્શનો આવેલા છે, જેની સામે છેલ્લા 16 મહિનામાં હજુ સુધી માત્ર 22,490 જેટલા જ સ્માર્ટ મીટરો સ્થાપિત થઈ શક્યા છે. જેમાં ભુજ સિટી-1 વિસ્તારમાં 12,952 અને સિટી-2 વિસ્તારમાં 9,538 મીટરનો સમાવેશ થાય છે. મોટાભાગના ગ્રાહકો હજુ પરંપરાગત મીટર પર જ નિર્ભર છે, ત્યારે નવા મીટરવાળા વિસ્તારોમાંથી ઉઠતી ફરિયાદોના કારણે અન્ય લોકોમાં પણ અવિશ્વાસ અને સંકોચનો માહોલ છે. એક તરફ PGVCL આ પ્રોજેક્ટને ‘’સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ’’ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ અનેક ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અગાઉની સરખામણીએ યુનિટ વપરાશ વધુ દર્શાવાઈ રહ્યો છે, જેના પરિણામે બિલમાં પણ વધારો ઝીંકાઈ રહ્યો છે. આ ઉપરાંત, સ્માર્ટ મીટર લગાવવું મરજિયાત હોવા છતાં, સોલાર કનેક્શન લેતી વખતે વિભાગ દ્વારા ગ્રાહકોને સ્માર્ટ મીટર પધરાવી દેવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. સ્માર્ટ મીટરમાં ગ્રાહકો મોબાઇલ એપ મારફતે રિયલ ટાઈમ વીજ વપરાશ, બેલેન્સ અને પેમેન્ટની વિગતો મેળવી શકે છે. પરંતુ મીટર લગાવતી વખતે સિસ્ટમ કેવી રીતે કામ કરશે, રિચાર્જ મોડલ શું છે કે એલર્ટ કેવી રીતે મળશે તેનું કોઈ જ માર્ગદર્શન અપાતું નથી. પરિણામે ગ્રાહકોમાં અચાનક બેલેન્સ પૂરું થઈ જવાના ડરથી વીજ કાપની ભીતિ સતાવી રહી છે. આ ઉપરાંત મોબાઈલ એપમાં બિલ જનરેટ થવામાં વિલંબ, પેમેન્ટ મોડું અપડેટ થવું અને બેલેન્સ સમયસર ન દેખાવા જેવી ટેકનિકલ ખામીઓ પણ સામે આવી રહી છે. વધતી જતી આ મુશ્કેલીઓને પગલે PGVCL દ્વારા ટેકનિકલ સપોર્ટ અને ગ્રાહક માર્ગદર્શન વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ભાસ્કર ઈનસાઈડ | સ્માર્ટ મીટર પ્રોજેક્ટને ગતિ આપવા 60 પૈસાની રિબેટ યોજના સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સાથે વધુમાં વધુ ગ્રાહકો જોડાય તે હેતુથી પીજીવીસીએલ દ્વારા 1 એપ્રિલથી રિબેટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સવારે 11 વાગ્યાથી બપોરના 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર ગ્રાહકોને પ્રતિ યુનિટ 60 પૈસાનું રિબેટ અપાય છે. જોકે સ્માર્ટ મીટરને લઈને પહેલાથી જ લોકોના મનમાં એટલી હદે અસમંજસની સ્થિતિ છે કે, આ પ્રોત્સાહક યોજના લોકોના માનસપટ પર કેટલો પ્રભાવ ઊભો કરી શકશે તે તો આવનારો સમય જ કહેશે. શંકા દૂર કરવા DGVCL ની જેમ PGVCL કેમ નવતર પ્રયોગ નથી કરતું ? દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) એ સ્માર્ટ મીટર અંગે લોકોમાં રહેલી શંકા દૂર કરવા એક પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે 20;1નો રેશિયો એટલે કે, દર 20 સ્માર્ટ મીટર સામે એક જૂનું મીટર પણ કાર્યરત રાખવામાં આવે છે. જેથી બંને મીટરોની ગતિ, રીડિંગ અને બિલમાં થતો ફરક ગ્રાહકો જાતે જ જોઈ અને સરખાવી શકે. જોકે, આવી કોઈ જ પારદર્શક યોજના પીજીવીસીએલ દ્વારા ભુજમાં અમલમાં મુકવામાં આવી નથી, જેને કારણે લોકોના મનની શંકા દૂર થવાનું નામ નથી લઈ રહી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:મિશન ઘર વાપસી: વડોદરા નારી સંરક્ષણગૃહમાં રહેતી 43 બાંગ્લાદેશી મહિલાને પરત મોકલાશે
    Next Article
    આયોજન:હીટવેવ સામે લડવા આરોગ્ય તંત્ર ‘એક્શન મોડ’માં, હોસ્પિટલોમાં ખાસ વોર્ડ કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment