Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુનઃકાર્યરત:અકસ્માતમાં છૂંદાયેલો હાથ પ્લાસ્ટિક સર્જરી દ્વારા ફરી કામ કરતો થયો

    5 days ago

    જી.કે.જનરલ હોસ્પિટલના ટ્રોમા અને પ્લાસ્ટિક સર્જરી વિભાગે રોડ અકસ્માતમાં યુવાનની હથેળીના બીજી બાજુના ઉપરના છુંદાઈ ગયેલા ભાગ ઉપર સમયસર પ્લાસ્ટિક સર્જરી કરી દેતા યુવાનનો હાથ બચાવી લઈ પુનઃકાર્યરત કરી દેવાયો હતો. હોસ્પિટલના ટ્રોમા અને પ્લાસ્ટિક સર્જન ડો.મહાલક્ષ્મી પિલ્લાઇના જણાવ્યા મુજબ યુવાનને બે મહિના પહેલાં અકસ્માત થયો હતો.અકસ્માત થતાં જ દર્દી સવેળા હોસ્પિટલ પહોંચ્યો હતો.જેમાં તેની હથેળીનો પાછળનો ભાગ એટલી હદે કચડાઈ ગયો હતો કે, તેમાં નસ સહિત અંદરની સંરચના જોઈ શકાતી હતી. હાથની આ ગંભીરતા પારખી લઈ પ્રથમ તો સંક્રમણ ટાળવા તાત્કાલિક સારવાર શરૂ કરાઈ. સંક્રમણનો ભય ટળતા અને દર્દી સ્વસ્થ થતા પ્લાસ્ટિક સર્જરી હાથ ઉપર લેવાઈ અને પેટની બાજુના હિસ્સામાંથી રક્ત સંચારિત નસ સાથેની જીવંત સ્કિન લઈ જેવી સુસ્થાપિત સર્જરી કરી દેવાતા દ્વારા હાથ બચાવી લેવાયો હતો. આ પૂનઃનિર્મિત (રી- કન્સ્ટ્રક્ટિવ)સર્જરી કર્યા બાદ દર્દીના હાથમાં રક્ત સંચાર પૂરતા પ્રમાણમાં થાય છે કે કેમ તેના ઓબ્ઝર્વેશન અને ફિઝિયો સહિતની જરૂરી તમામ સારવાર આપ્યા બાદ આજે તે દર્દી પોતાની દૈનિક ગતિવિધિ સરળતાથી કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:મિરજાપર હાઈવે પર ટ્રેઇલરે બાઈકને અડફેટે લેતા એકનું મોત
    Next Article
    જેલમાંથી મુક્ત થયા બાદ ફરી ગુના કર્યા:બિચ્છુ ગેંગના મુન્ના તરબૂચ સહિત 4 સાગરિતોના જામીન રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment