Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિય અન્નદાતા:પ્રાકૃતિક ખેતીથી સીતાફળનું સારૂ ઉત્પાદન મેળવી શકાય

    15 hours ago

    પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને સીતાફળની ખેતી ખેડૂતો માટે આવક વધારવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો ઉત્તમ માર્ગ બની રહી છે. ઓછા પાણીમાં અને ઓછા ખર્ચે ઉગતા સીતાફળ પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ ખાસ અસરકારક સાબિત થઈ રહી છે. સીતાફળ મીઠા ફળ આપનારું નાના પ્રકારનું વૃક્ષ છે. સંસ્કૃત ભાષામાં તેના જુદા જુદા નામ છે જેમ કે સીતાફળ, વૈદેહી વલ્લભ, બીજક, બહુબીજક, ગંડ ગાત્ર વગેરે. તે બહુ જ થોડા વર્ષોમાં વધી જતું વૃક્ષ છે. તેની એક વિશેષતા એ પણ છે કે તે વરસાદના પાણીથી અત્યંત મધુર અને સ્વાદિષ્ટ બને છે, જ્યારે કૃત્રિમ સિંચાઈથી તેનો સ્વાદ એટલો મધુર થતો નથી. સીતાફળ કોઈ પણ પ્રકારની જમીનમાં થતું ફળ ઝાડ છે. પ્રાકૃતિક પદ્ધતિથી સીતાફળનું ઉત્પાદન કરવાથી ખર્ચમાં ઘટાડો થાય છે અને બજારમાં ગુણવત્તાસભર ફળને સારો ભાવ મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે. સાથે જ જમીન અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે. બીજમાં 30 ટકા તેલ હોય છે સીતાફળના બીજમાં 30 % તેલ હોય છે, જેમાંથી સાબુ બને છે. તેના તેલનો ઉપયોગ કીટનાશક દવા બનાવવા માટે પણ થાય છે અને બીજમાંથી બનેલા ખોડમાં 40% નાઇટ્રોજન હોવાથી તેનો ઉપયોગ ખેતીમાં સેન્દ્રીય ખાતરના રૂપમાં પણ થાય છે. કળીનો વિકાસ 35 દિવસે થાય છે સીતાફળના ફૂલની કળીનો પૂરો વિકાસ થવા માટે 35 દિવસ લાગે છે. મોટાભાગે ફુલ જૂન જુલાઈમાં નીકળતા હોય છે અને ચારથી પાંચ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર થી નવેમ્બર સુધીમાં સીતાફળ પણ બનીને તૈયાર થઈ જાય છે. હૃદયની બિમારીમાં અસરકારક છે સીતાફળ સ્વાદિષ્ટ મધુર તેમજ ઔષધીયુક્ત ફળ પણ છે. આ શિતકારક, પિતનાશક, બળવર્ઘક, શુક્રવર્ધક, વ્રણનાશક તેમજ રેચક છે. આયુર્વેદના ગ્રંથોમાં તેને હૃદયની બીમારી માટે અતી ઉત્તમ દર્શાવવામાં આવ્યું છે. સીતાફળના પર્ણમાં અકોરીન, એનોનીન જેવા ઔષધીયુક્ત તત્વો છે જેનાથી બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવા કીટનાશક દવાઓ બનાવવામાં આવે છે. આંતરપાક તરીકે પણ વાવી શકાય છે સીતાફળને આમલી, આંબા અથવા આમળાની વચ્ચે આંતરપાક ના રૂપમાં વાવી શકીએ. દર બે આંબલી કે બે આંબાની વચ્ચે 36 ફૂટ અંતર રાખી દરેક વૃક્ષ વચ્ચે સીતાફળ નું વાવેતર કરી શકાય છે. સીતાફળનો પલ્પ ખાઈને તેના બીજ સુકવી ઓછામાં ઓછા ત્રણ મહિના પછી વાવવા માટે ઉપયોગમાં લેવાના છે કારણકે ફળમાંથી બીજ કાઢ્યા પછી તે બીજ ત્રણ મહિના સુધી સુસુપ્ત અવસ્થામાં ચાલ્યા જાય છે. સીતાફળના બીજ ઓક્ટોબર નવેમ્બરમાં કાઢવામાં આવેલ હોય તો તેને જૂનમાં વાવી શકીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્યની રજૂઆત ફળી:વિરપુર – કરકોલીયા માર્ગ 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રીસર્ફેસ થશે
    Next Article
    ભાસ્કર યુટિલિટી:જિલ્લામાં ધોરણ 12ની પૂરક પરીક્ષા માટે અરજી કરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment