Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારામારી:હરસુરપુર દેવળીયામાં બાઈક ચલાવવાની બાબતે મારામારી

    12 hours ago

    લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે બાઇક ધીમી ચલાવવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બે શખ્સો વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ આપી છે. લાઠીના હરસુરપુર દેવળીયા ગામે રહેતા કાળુભાઇ આલાભાઇ મેવાડા (ઉ.વ.45) ગઈ કાલે રાત્રે અંદાજે દસ વાગ્યાના સમયે પ્રકાશ દેવજીભાઇ મેવાડાને તેનું બાઇક ધીમી ચલાવવા બાબતે ઠપકો આપતા શખ્સે ગાળો આપી ધારીયા વડે હુમલો કરી દીધો હતો. ઉપરાંત લાકડાના બડીયાથી ફટકા મારતા ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપી છે. તો સામા પક્ષે પણ પ્રકાશભાઇ દેવજીભાઇ મેવાડા (ઉ.વ.31) પોતાના ઘર પાસે બાઇક મૂકવા ગયા હતા ત્યારે કાળુ આલાભાઈ મેવાડા સાથે બોલાચાલી થઈ હતી. તેઓને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, જેમાં મોઢાના અને પગના ભાગે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. લાઠી પોલીસે સામસામી ફરિયાદમાં બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસ્તરે‎ નોંધપાત્ર સિદ્ધિ:અમરેલી ITIનું રાજ્યમાં તૃતિય શ્રેષ્ઠ ઔદ્યોગિક તાલીમ સંસ્થા તરીકે સન્માન
    Next Article
    ધારાસભ્યની રજૂઆત ફળી:વિરપુર – કરકોલીયા માર્ગ 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રીસર્ફેસ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment