Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસા બાદ કામગીરી શરૂ કરાશે:ત્રણ વર્ષ બાદ ITIના નવા બિલ્ડિંગને મંજૂરી

    1 day ago

    સેક્ટર-15 ખાતે આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) માટે નવા અને આધુનિક ભવનના નિર્માણનો માર્ગ આખરે મોકળો બન્યો છે. છેલ્લા લગભગ ત્રણ વર્ષથી વહીવટી કારણો અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી અટવાયેલો આ પ્રોજેક્ટ હવે સરકારની મંજૂરી મળતાં ફરી ગતિ પકડશે. સુધારેલી (રિવાઇઝ્ડ) દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ હવે આગામી તબક્કામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જૂની જર્જરિત ઇમારત તોડતા પહેલાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી બાંધકામ શરૂ થઈ શક્યું નહોતું. ત્યારબાદ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખોરવાય નહીં તે માટે કેમ્પસમાં જ લોખંડના શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બદલાયેલી પરિસ્થિતિ અને વધારાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી સુધારેલી દરખાસ્તને હવે સરકારની મંજૂરી મળી છે. નવા ભવનમાં વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક માળખું ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકાયો છે. તેમાં વહીવટી કચેરી, વર્ગખંડો, આધુનિક વર્કશોપ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ: સુરત-તાપી, ઊનામાં વરસાદ:આજે ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી; 3થી 6 જુલાઈ વચ્ચે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે
    Next Article
    UP Ice Cream Seller Travels To Delhi To Kill Wife Over Suspicion Of Affair

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment