Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈબાબા મંદિર નજીક સગીરા પર ગેંગરેપ:3 મિત્રોએ વારાફરતી પીંખી નાખી, વલસાડમાં 6 મહિના પહેલા સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપ થતાં મળવા આવી હતી

    18 hours ago

    વલસાડમાં સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી મિત્રતા બાદ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના સામે આવી છે. તિથલ સ્થિત સાઈબાબા મંદિર પાસે બોલાવીને ત્રણ નરાધમોએ સગીરા પર હેવાનિયત આચરી હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયાની સગીર ફ્રેન્ડનું કૃત્ય વલસાડમાં રહેતી સગીરાનો આશરે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીર સાથે સંપર્ક થયો હતો, ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી.આરોપીએ વાતચીત દરમિયાન સગીરાને વલસાડના તિથલ સ્થિત સાઈબાબા મંદિર નજીક મળવા બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ સગીરાને મંદિર પાસેની અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેણે પ્રથમ દુષ્કર્મ આચર્યું હતું. વિકૃત માનસિકતા ધરાવતા મુખ્ય આરોપીએ પોતાના અન્ય 2 મિત્રોને પણ સ્થળ પર બોલાવી લીધા હતા. આ બંને સગીરોએ પણ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પરિવારની શોધખોળ કૃત્ય આચર્યા બાદ આરોપીઓ સગીરાને પરત મૂકવા જઈ રહ્યા હતા. જોકે, સગીરા મોડે સુધી ઘરે નહીં પહોંચતા પરિવારજનો રસ્તા પર તેની શોધખોળ કરી રહ્યા હતા. પરિવારજનોની શોધખોળ અને સ્થાનિકોની હિલચાલ જોઈને આરોપીઓ સગીરાને રસ્તામાં જ મૂકીને નાસી છૂટ્યા હતા. મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે પરિવારજનોને સગીરા મળી આવી હતી. આઘાતમાં સરી પડેલી સગીરાએ પૂછપરછ દરમિયાન પોતાની સાથે બનેલી આપવીતી પરિવારને જણાવી હતી. આરોપીઓને દબોચવા ચક્રોગતિમાન પરિવારજનોએ વિલંબ કર્યા વગર વલસાડ સિટી પોલીસ સ્ટેશને પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગેંગરેપ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના નુગર ગામના યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ:દીકરાના મોતથી માતાનું હૈયાફાટ રૂદન, ત્રણ મહિનામાં બે ભાઈઓના મોતથી પરિવારમાં શોક
    Next Article
    સગીર વિદ્યાર્થીને સિગરેટ પીવડાવી માર મારનાર છ સામે ગુનો દાખલ:યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું, માધવ બોય્ઝ હોસ્ટેલના સંચાલકો ફરિયાદી બને તેવી માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment