Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ સેફટી કાઉન્સિલની બેઠક‎માં કલેક્ટરનું સૂચન:ખાંભા હાઈવે પર અકસ્માતને પગલે બોર્ડ લગાવવા તાકીદ

    11 hours ago

    અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વિગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ બેઠકમાં જિલ્લાના માર્ગોને સુરક્ષિત બનાવવાની વિવિધ પહેલો અંતર્ગત અકસ્માતો નિવારવા ટ્રેકટરની ટ્રોલીમાં કાયમી રીફ્લેક્ટર લગાડવા માટે દિશાનિર્દેશ આપ્યા હતા. તેમજ ખાંભાથી ચલાલા હાઇવે પર અકસ્માત સંભવિત ક્ષેત્રોમાં વધારે સાઇન બોર્ડ, શેવરોન બોર્ડ લગાડવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં એએસપી જયવીર ગઢવી, અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ, નાયબ પોલીસ અધિક્ષક નયનાબેન ગોરડિયા, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઢોલાવાલા વિગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા બાયપાસ પર સ્ટ્રીટલાઈટ નિયમિત ચાલુ કરવા પાલિકાને આદેશ અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મળેલી રોડ સેફટીકાઉન્સિલની બેઠકમાં અમરેલી નગરપાલિકાને જિલ્લા કલેકટર દ્વારા સાવરકુંડલા બાયપાસ ચોકડથી ગુરૂદત્ત પેટ્રોલ પંપ સુધીના માર્ગે શહેરની હદમાંથી પસાર થતા વ્યસ્ત માર્ગ પર સ્ટ્રીટલાઇટ નિયમિત રીતે કાર્યરત કરવા આદેશ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:અમરેલીમાં ફરી તાપમાનમાં વધારો: પારો 42.7 ડિગ્રી પર
    Next Article
    ટ્રાફિક નિયમનો ઉલાળીયો:જિલ્લામાં 4236 ચાલકોને 96,45,994નો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment