Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેકેશનમાં બાળ વિકાસ પર્વ:રમત-ગમત, જ્ઞાન સત્રો, સંતોના માર્ગદર્શનથી સંસ્કારોનું સિંચન

    9 hours ago

    વ્યારા ઝોન હેઠળના લોટરવા, ઘાટા, અનુમાણા, ટીચકિયા, ડોલારા, સરૈયા સહિત આજુબાજુના ગામોમાંથી આશરે 180 જેટલા બાલ-બાલિકાઓ અને બાળ કાર્યકરો વ્યારાના સંગેમરમરથી નિર્માણાધીન બીએપીએસ અક્ષરવાડી મંદિરે આયોજિત “બાળ વિકાસ પર્વ”માં જોડાયા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી યોજાયેલા આ પર્વમાં બાળકોને આદર્શ પરિવાર અને સંસ્કાર નિર્માણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ તથા ગુરુજી મહંત સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત થાય તે હેતુથી વિવિધ આધ્યાત્મિક અને સંસ્કારાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં વિડિયો શો, રમત-ગમત, એક્ટિવિટી, જ્ઞાન સત્રો, સંતોનું માર્ગદર્શન તથા બાળ કાર્યકરોની રજૂઆતો દ્વારા બાળકોને સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપવામાં આવી હતી. પૂ. આદર્શ સેવા સ્વામીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દરેક બાળકમાં અનંત શક્તિ રહેલી છે અને તેનો સદુપયોગ સમાજ અને પરિવારના કલ્યાણ માટે કરવો જોઈએ. સેલવાસથી પધારેલા પૂ. ચિન્મય સ્વામીએ જણાવ્યું હતું કે કળિયુગમાં ગુરુજી મહંત સ્વામી મહારાજ સતયુગ જેવું આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન બાળકોને વ્યારા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિરની ગાથા અને મંદિર પરિસરની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. સમગ્ર આયોજન સંતો અને બાળ કાર્યકરોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.ઉનાળુ વેકેશન દરમિયાન માત્ર મોજશોખ અને ફરવા કરતાં પરિવાર અને સમાજમાં શાંતિ, એકતા અને સુમેળનો સંદેશ પહોંચાડવા બાળકો હવે ઘરે-ઘરે જઈ “આદર્શ પરિવાર અભિયાન” અંતર્ગત વિચરણ કરશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં બીએપીએસના વિવિધ કેન્દ્રો સાથે જોડાયેલા એક લાખથી વધુ બાલ-બાલિકાઓ આ અભિયાનમાં જોડાઈ લાખો પરિવારો સુધી સંસ્કાર અને સુમેળનો સંદેશ પહોંચાડશે.
    Click here to Read More
    Previous Article
    SOG દ્વારા ચેકિંગ:નવસારીમાં 3 ગેરેજ સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો
    Next Article
    કામગીરી શરૂ:પાણીજન્ય રોગો અટકાવવા હવે વર્ષમાં બે વાર 67 ટાંકી અને 43 સમ્પ સાફ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment