Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી શરૂ:પાણીજન્ય રોગો અટકાવવા હવે વર્ષમાં બે વાર 67 ટાંકી અને 43 સમ્પ સાફ કરાશે

    8 hours ago

    મહેસાણા શહેરમાં મનપા હસ્તકની 67 ઓવરહેડ પાણીની ટાંકીઓ અને 43 સમ્પ દ્વારા શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ટાંકીઓ અને સમ્પમાં જામેલી માટી તથા ક્ષાર દૂર કરવા માટે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા દેત્રોજપુરા, ઉચરપી, લાખવડ અને વિરમપુરા ગામોની ટાંકીઓ અને સમ્પની તાજેતરમાં સફાઈ કરવામાં આવી રહી છે. અન્ય વિસ્તારોની ટાંકીઓની સફાઈ માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. સફાઈ દરમિયાન ટાંકીના તળિયે જામેલી અંદાજે 100 થી 200 કિલો માટી અને ક્ષાર કાઢી નિકાલ કરવામાં આવ્યો હતો. મનપા વિસ્તારમાં આવેલા તમામ ગામોને આવરી લેતી બે લાખથી પાંચ લાખ લિટર ક્ષમતાવાળી ઓવરહેડ ટાંકીઓ અને સમ્પની ચોમાસા પહેલાં તથા ચોમાસા પછી એમ વર્ષમાં બે વખત સફાઈ કરવામાં આવશે. આ કામગીરી માટે કુલ રૂ.15 લાખનો ખર્ચ કરવામાં આવશે. સફાઈ દરમિયાન ટાંકીઓના તળિયે જામેલી માટી દૂર કર્યા બાદ બાકી રહેલ ગાળને પાણી સાથે બહાર કાઢવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ટાંકીની અંદરની દીવાલોમાં જામેલા ક્ષાર અને લીલને પ્રેશર પંપ તથા બ્રશની મદદથી સાફ કરવામાં આવી રહ્યા છે. વોટર વર્ક્સ શાખાના સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધી વર્ષમાં એક વખત ટાંકીઓ અને સમ્પની સફાઈ કરાતી હતી. હવે ચોમાસા પહેલાં અને પછી એમ બે વખત પાણી ખાલી કરીને સંપૂર્ણ સફાઈ કરવાનો નિર્ણય લેવાયો છે. ચોમાસા પછી પાણીજન્ય રોગોની સંભાવના વધતી હોવાથી ખાસ કરીને તે સમયગાળા બાદ ટાંકીઓ અને સમ્પની વિશેષ સફાઈ કરાશે.
    Click here to Read More
    Previous Article
    વેકેશનમાં બાળ વિકાસ પર્વ:રમત-ગમત, જ્ઞાન સત્રો, સંતોના માર્ગદર્શનથી સંસ્કારોનું સિંચન
    Next Article
    Satellite Images Show Oil Slick Off Iran's Kharg Island: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment