Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOG દ્વારા ચેકિંગ:નવસારીમાં 3 ગેરેજ સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો

    7 hours ago

    ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગણેશ સિસોદ્રા વિસ્તારમાં એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી પોતાના એકમોમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરોની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવનારા ત્રણ ગેરેજ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય પોલીસ દ્વારા ત્રણ અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરાઇ હતી. પોલીસ ફરિયાદ મુજબ ગણેશ સિસોદ્રાના વેરાઈ ફળિયા વિસ્તારમાં તપાસ દરમિયાન સંતોષ ઓટો ગેરેજ ના સંચાલક સંતોષકુમાર કુલમની બહેરા (રહે. ધવલનગર, કબીલપોર) એ પોતાના કારીગરની વિગત પોલીસમાં નોંધાવી ન હતી. કૌશિક બોડી વર્કસના સંચાલક કૌશિકભાઈ કમલભાઈ રાણા (મૂળ રહે. પશ્ચિમ બંગાળ) એ પણ જાહેરનામાનો ભંગ કર્યો હતો અને લક્ષ્મણદાસ વેલ્ડીંગ ગેરેજના સંચાલક હેલા સંતોષ દાસ (મૂળ રહે. પશ્ચિમ બંગાળ) એ પોતાના ગેરેજમાં કામ કરતા શ્રમિકોની માહિતી છુપાવી હોવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજીના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ લાલજીભાઈની ફરિયાદને આધારે રૂરલ પોલીસે ગુના નોંધી એએસઆઇ સંદીપભાઈ શ્રીરામભાઈ તપાસ કરી રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    Farooq attacker, who lost home in Kashmir, blamed him for militancy: Chargesheet
    Next Article
    વેકેશનમાં બાળ વિકાસ પર્વ:રમત-ગમત, જ્ઞાન સત્રો, સંતોના માર્ગદર્શનથી સંસ્કારોનું સિંચન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment