Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદ:જામનગરમાં ડોગ કેચીંગ વાન અને મહિલા વકીલ વચ્ચે જાહેરમાં ડખ્ખો

    5 days ago

    શહેરમાં કોર્ટ કમ્પાઉન્ડની બહાર જામ્યુકોની ડોગ કેચીંગવાન દ્વારા શ્વાનને બેરેહમીથી પકડવામાં આવતા એક શ્વાનપ્રેમી મહિલા એડવોકેટ ગિન્નાયા હતા. જે બાબતે સર્જાયેલી ચકમક બાદ વકીલો એકઠા થઈ ગયા હતા અને મામલો થાળે પડ્યો હતો. પીએમના આગામન પુર્વેના કારણે રખડતા પશુઓની સાથે શ્વાનોને પણ આ રૂટ પરથી હટાવવામાં આવી રહ્યા છે. શહેરમાં જુના કોર્ટ બિલ્ડીંગની બહાર આજે બપોરના સમયે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોગ કેચીંગવાન દ્વારા શ્વાનને પકડવામાં આવ્યો હતો. શ્વાનને બહુ જ ખરાબ રીતે પકડવામાં આવતા ત્યાંથી પસાર થતા અને શ્વાનપ્રેમી એક મહિલા એડવોકેટે તે વાનવાળાને ટપારતા મામલો બિચક્યો હતો. ડોગ કેચીંગવાનમાં શ્વાન પકડવા આવેલા વ્યક્તિએ મહિલા વકીલ સાથે જીભાજોડી કરવા લાગ્યો હતો. જેથી મહિલા વકીલ પણ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં ડખ્ખો થતાં વકીલો સહિતના લોકો એકઠા થઈ ગયા હતા. થોડી વાર માટે થયેલી રકઝકથી મામલો બિચક્યો હતો. બાદમાં મામલો થાળે પડ્યો હતો. ડોગ કેચીંવાન દ્વારા શ્વાનને પકડીને લઈ ગયા હતા. જામનગર શહેરમાંથી શ્વાનોને પકડીને ખસીકરણ કરવા માટેની જે પેઢી દ્વારા કામગીરી કરવામાં આવે છે. તે પેઢી દ્વારા જ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી શ્વાનોને પકડવામાં આવે છે. પરંતુ શ્વાનને બેરેહમીથી પકડવામાં આવતા હોવાથી અનેક વિસ્તારોમાં શ્વાનપ્રેમીઓ સાથે બોલાચાલી અને માથાકુટ થાય છે. બાદમાં ત્યાં જ મામલો થાળે પડી જતો હોવાથી બહાર આવતો નથી.
    Click here to Read More
    Previous Article
    બઘડાટી:પોલીસ ચોકી પર પથ્થરમારો-તોડફોડ, સ્વ બચાવમાં પોલીસનું 5 રાઉન્ડ હવાઈ ફાયરીંગ
    Next Article
    કાર્યવાહી:આઈસ ફેકટરી સંચાલકને વીજચોરી કેસમાં 57.74 લાખનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment