Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:આઈસ ફેકટરી સંચાલકને વીજચોરી કેસમાં 57.74 લાખનો દંડ ફટકાર્યો

    5 days ago

    જામનગર-ખંભાળિયા હાઈવે પરના પડાણા ગામમાં આઈસ ફેકટરીમાંથી રૂ.19.24 લાખની વીજચોરી પકડાયાના કેસમાં સંચાલકને ત્રણ ગણો રૂ.57.74 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સીક્કા સબ ડીવીઝન હેઠળ આવતા પડાણા ગામમાં આવેલી આઈસ ફેકટરીમાં ગત તા.4-4-2019માં વીજ તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફેકટરીના સંચાલક હીરાભાઈ માધાભાઇ મકવાણાની હાજરીમાં વીજ ચેકીંગ કરતા, તેમાં બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતા રંગે હાથ પકડાયા હતા. ચેકીંગ અધિકારી દ્વારા તપાસણીનો અહેવાલ તૈયાર કરીને રાજકોટ પીજીવીસીએલ બેલમાં ચેક કરવા માટે મોકલાયું હતું. જેમાં મીટરની સીટી કોયલ ઓપન કરીને જોતા તે કપાયેલ હાલતમાં હોય અને ખરેખરનો વપરાશ મીટરમાં ઓછો નોંધાતો હોય તે રીતે પાવરચોરી પકડાયેલ હતી. આ અંગેની વીજ અધિકારી સી.વી. ભલાણીએ જીયુવીએનએલમાં રૂ. 19,24,944.50 લાખની વીજ ચોરીનો કેસ કર્યો હતો. જે કેસ સ્પે.કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર દ્વારા કુલ 10 સાક્ષી અને 44 દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. સરકારી વકીલ રાજેશ વસીયરની દલીલો ધ્યાને લેવામાં આવી હતી અને આઈસ ફેકટરીના સંચાલક હીરાભાઈ મકવાણાને પાવરચોરી કરતા ત્રણ ગણો રૂ.57,74,832નો દંડનો હુકમ કર્યો હતો. જો આરોપી 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિવાદ:જામનગરમાં ડોગ કેચીંગ વાન અને મહિલા વકીલ વચ્ચે જાહેરમાં ડખ્ખો
    Next Article
    તડામાર તૈયારી:જામનગરમાં PMના આગમન પૂર્વે રાતોરાત બેરીગેટીંગ, કલર, પેવર બ્લોક રોડ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment