Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:નાગેશ્વર દર્શને આવેલા અમદાવાદના યાત્રી પરિવાર પર હુમલો, આઠને ઈજા

    5 days ago

    ઓખા મંડળના નાગેશ્વર જયોતિર્લિગ મંદિરે દર્શનાર્થે આવેલા અમદાવાદના યાત્રિક પરિવાર સાથે યુવતીની છેડતી મુદ્દે બોલાચાલી બાદ જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો હતો.જેમાં બે અજાણ્યા સહિત કુલ છ શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.જયારે હુમલામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ હુમલામાં આઠેક લોકોને નાની મોટી ઇજા થઇ હતી. સુમાહિતગાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અક્ષેશભાઈ દિનેશભાઈ પંચાલ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે દ્વારકા વિસ્તારમાં દર્શન માટે આવ્યા હતા. તેઓ યાત્રાધામ દ્વારકામાં દર્શન બાદ સુપ્રસિધ્ધ્ નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરે દર્શનાર્થે ગયા હતા.જે દરમિયાન પાર્કિગના પટાંગણ પાસે સહયાત્રી યુવતિ તરફ એક્ટિવા પર આવેલા પ્રકાશભા માણેક અને સિદ્ધરાજભા સુમણીયાએ હોર્ન વગાડી અને ઈશારા કરીને છેડતી કરી હતી. આ બાબતે યાત્રાળુઓ અક્ષેશભાઈ તથા તેમના સાથી કેતુલભાઈએ વિરોધ નોંધાવતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. જે મામલાની ફરીયાદ મુજબ આરોપીઓએ “આગળ આવ, તને બતાવું” કહી યાત્રિકોને થોડે દૂર બોલાવી લઈ ગયા હતા. ત્યાં પહેલેથી હાજર બે અજાણ્યા શખ્સો તેમજ રાજવીર માણેક અને રાયાભા સુમણીયા સહિત કુલ છ શખ્સોએ એકસંપ કરી હુમલો કર્યો હતો. આરોપીઓએ શેરડીના સાઠા, ઢીકાપાટુ તથા નારિયળ કાપવાના કોઇતા જેવા તીક્ષ્ણ હથિયારો વડે યાત્રિક પરિવાર પર તૂટી પડ્યા હતા. જે દરમિયાન ભારે દેકારો થતા સહયાત્રીઓ પણ દોડી આવ્યા હતા.જે હુમલામાં અક્ષેશભાઈ પંચાલ ઉપરાંત કેતુલભાઈ, સુભાષભાઈ, સુરાગભાઈ, ભરતભાઈ, વિક્રમભાઈ, અલ્પાબેન અને ભાવનાબેન સહિતના લોકોને ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. હુમલાખોરોએ જીવલેણ હુમલો કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ નોંધાયું છે. આ સમગ્ર બનાવ મામલે ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા સહિત તમામ છ શખસો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મીઠાપુરના પી.આઈ. એસ.આર. ખરાડી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હુમલાના બનાવને પગલે ક્ષણિક અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા તંત્રને આવેદન:સિંધીવાડમાં ચાલતાં પોલ્ટ્રીફાર્મથી બર્ડ ફલુની દહેશત‎
    Next Article
    બઘડાટી:પોલીસ ચોકી પર પથ્થરમારો-તોડફોડ, સ્વ બચાવમાં પોલીસનું 5 રાઉન્ડ હવાઈ ફાયરીંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment