Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા તંત્રને આવેદન:સિંધીવાડમાં ચાલતાં પોલ્ટ્રીફાર્મથી બર્ડ ફલુની દહેશત‎

    4 days ago

    નર્મદા જિલ્લો મહારાષ્ટ્રનો પાડોશી જિલ્લો છે અને હાલમાં નવાપુર અને નંદુરબાર વિસ્તારમાં બર્ડ ફલુનો કહેર ચાલી રહયો છે. રાજપીપળા શહેરના સિંધીવાડ વિસ્તારમાં રહેણાંકો નજીક આવેલાં પોલ્ટ્રીફાર્મ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માગ સાથે કાળકા માતા રોડ વિસ્તારના રહિશોએ આવેદનપત્ર આપ્યું છે. રાજપીપલા લાલટાવર કાળકામાતા રોડના રહીશોએ જિલ્લા તંત્ર ને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે કે, તેમના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર મરઘા કેન્દ્ર ચાલે છે. અગાઉ અવારનવાર આરોગ્ય કચેરી, મ્યુનીસીપાલીટી તેમજ પ્રાંત અધિકારીને જાણ કરી હોવા છતાં આ પોલ્ટ્રીફાર્મ પર કોઇ કાર્યવાહી કરતા નથી. આ પોલ્ટ્રીફાર્મના કારણે ગંદકી ફેલાતી હોવાથી રોગચાળાની દહેશત છે.અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અગાઉ નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી કરી હતી પણ હાલમાં ફરી સ્થિતિ જૈસે થે જેવી છે. હાલ નવાપુરથી નંદુરબાર સુધી બર્ડ ફ્લુનો કહેર ચાલતો હોય અમારા વિસ્તારના લોકો દહેશતમાં છે. વહેલી તકે રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પોલ્ટ્રીફાર્મને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તે જરૂરી છે. તાત્કાલિક કાર્યવાહી કરી પોલ્ટ્રીફાર્મ કાયમી બંધ કરવામાં આવે તેવી અમારી માગણી છે. સ્થાનિકોની રહિશો બાદ એસડીએમએ જાતે સિંધીવાડ વિસ્તારની મુલાકાત લીધી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    જાનહાનિ ટળી:બોટાદમાં ભાડાના મકાનમાં ચાલતા કારખાનામાં આગ
    Next Article
    ફરિયાદ:નાગેશ્વર દર્શને આવેલા અમદાવાદના યાત્રી પરિવાર પર હુમલો, આઠને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment