Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાત:નવીધરી ગામે પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

    10 hours ago

    ગોધરા તાલુકાના નવીધરીમાં 32 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની અકસ્માતે મોતની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. ગોધરા તાલુકાના નવીધરી ગામના કાબરીયા ફળિયામાં રહેતા 32 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મીનાબેન રાજેશભાઈ પ્રભાતભાઈ પરમારે 3 મેના રોજ રાત્રિના 9 વાગ્યાના સુમારે પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. ઘટનાને પગલે તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર દરમિયાન 7 મેના રોજ બપોરે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ રાજેશભાઈ પરમારે કાંકણપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે સંતાનોની માતાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    રોજગાર લક્ષી અભ્યાસક્રમો શરૂ કરાયા:ગોવિંદ ગુરુ યુનિમાં નવા સત્રથી સ્નાતક કક્ષાના 31 નવા કોર્સ શરૂ
    Next Article
    4 સામે કાર્યવાહી:રહેમતનગરના ખુલ્લા મેદાનમાંથી 146 કિલો ગૌમાંસનો જથ્થો પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment