Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 સામે કાર્યવાહી:રહેમતનગરના ખુલ્લા મેદાનમાંથી 146 કિલો ગૌમાંસનો જથ્થો પકડાયો

    9 hours ago

    ગોધરાના રહેમત નગર વિસ્તારના ખુલ્લા મેદાનમાં લાકડાઓની આડમાં ગૌવંશની કતલ કરતા હતા. તે દરમ્યાન પોલીસ આવી જતા 4 ઇસમો નાસી ગયા હતા. પોલીસે 143 કિલો માંસનો જથ્થો પકડીને પરીક્ષણ કરાવતા ગૌમાંસ પુરવાર થતા પોલીસ મથકે 4 સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. ગોધરા શહેરના રહેમતનગરની ગુજરાતી પ્રાથમિક શાળા પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લાકડાની આડમાં કેટલાક ઇસમો ગૌવંશની કતલ કરી રહ્યા છે. તેવી બાતમી શહેર બી ડિવિઝનને મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન 4 ઇસમો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પરંતુ ઘટનાસ્થળેથી 143 કિલો ગૌમાંસ, એક મોપેડ વાહન, કતલ કરવાના સાધનો અને અન્ય સામગ્રી મળી કુલ રૂા.58,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે સુલેમાન ઉર્ફે સુલ્લીમ હુસેન ભાઈજમાલ, વસીમ ફારૂક જાડી ઉર્ફે પોપટ અને અન્ય બે ઇસમો વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ખાતેથી એફએસએલ રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે સત્તાવાર રીતે ગુનો રજિસ્ટર કરી પીએસઆઈ આરએન પટેલ દ્વારા ફરાર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આપઘાત:નવીધરી ગામે પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
    Next Article
    100થી વધુ કોર્સમાં પ્રવેશની તક‎:ગોવિંદ ગુરુ યુનિ.ની 286 કોલેજોમાં પ્રવેશનો ધમધમાટ : તા. 28 મે સુધી પ્રક્રિયા ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment