Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ રેડ ક્રોસ, થેલેસેમિયાની ઉજવણી:વલસાડમાં દર્દીઓને સારવાર માટે નવી એમ્બ્યુલન્સ મળી

    9 hours ago

    વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વલસાડ જિલ્લા શાખા તથા વલસાડ રક્તદાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે 8 મેના રોજ વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે થેલેસેમિયા મેજર દર્દીઓ માટે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કેમ્પ તથા પૂર્વ સાંસદ ડૉ. કે.સી. પટેલની સાંસદ ગ્રાન્ટ (2023-24) હેઠળ પ્રાપ્ત થયેલ નવી એમ્બ્યુલન્સ વાનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 40થી વધુ થેલેસેમિયા મેજર દર્દીઓની વિવિધ લોહીની નિઃશુલ્ક તપાસ, તબીબી નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી – ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ડૉ. કે.સી. પટેલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી – વલસાડના માનદ મંત્રી અને પદ્મશ્રી એવોર્ડી ડૉ. યઝદી ઇટાલિયા, એક્ઝિક્યુટિવ મેમ્બર ડૉ. આર.કે. દેસાઈ, ડૉ. કમલ પટેલ, ભાવેશ રાયચા તેમજ થેલેસેમિયા મેજર દર્દીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. કે.સી. પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર આરોગ્ય સેવાઓ ક્ષેત્રે થેલેસેમિયા દર્દીઓ માટે નિઃશુલ્ક દવાઓથી લઈને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સુધીની સુવિધા આપે છે. ડૉ. યઝદી ઇટાલિયાએ નિયમિત રક્તદાન કરતા સ્વૈચ્છિક રક્તદાતાઓ, શતક રક્તદાતાઓ અને રક્તદાન શિબિર આયોજકોનો આભાર વ્યક્ત કરી થેલેસેમિયા મેજર અને સિકલ સેલ જેવી વારસાગત બીમારીઓથી પીડિત બાળકોના જન્મદરને ઘટાડવા માટે યુવાનોને લગ્ન પહેલાં લોહીની તપાસ કરાવી રિપોર્ટ મૅચિંગના આધારે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રક્ષણાત્મક દિવાલ બનશે‎:પ્રોટેક્શન વોલ બનતા વાંસદાના રહેણાંક વિસ્તારોને ચોમાસાની ઋતુમાં મળશે રક્ષણ
    Next Article
    પ્રિ-મોનસૂન તૈયારી:પૂર અને ભારે વરસાદ સામે સજ્જ થવા અગાઉથી એલર્ટ આપી શકાય તે માટે હુટરની વ્યવસ્થા કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment