Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષણાત્મક દિવાલ બનશે‎:પ્રોટેક્શન વોલ બનતા વાંસદાના રહેણાંક વિસ્તારોને ચોમાસાની ઋતુમાં મળશે રક્ષણ

    8 hours ago

    વાંસદા ગ્રામ પંચાયત અને કુંકણા સમાજની રજૂઆત બાદ વાંસદા કુકણા સમાજની વાડી પાસે સિંચાઇ વિભાગ દ્વારા 26 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાંસદામાં કુકણા સમાજની વાડી નજીક વરસોથી વરસાદી પાણીના પ્રવાહને કારણે જમીન ધોવાણ અને સુરક્ષાની સમસ્યા ઉભી થતી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન આસપાસના વિસ્તારમાં રહેણાંક અને સામાજિક સ્થળોને નુકસાન પહોંચવાની ભીતિ વચ્ચે સ્થાનિક ગ્રામજનો તેમજ કુકણા સમાજ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હતી. અંતે ગ્રામપંચાયત વાંસદા અને કુકણા સમાજની સંયુક્ત રજૂઆત બાદ સિંચાઈ વિભાગ દ્વારા અંદાજિત રૂ. 26 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ મંજૂર કરાયું હતું. વિધિવત પૂજા-અર્ચના સાથે પ્રોટેક્શન વોલના કામનો પ્રારંભ કરાયો હતો. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી મોસમમાં થતું જમીન ધોવાણ અટકશે અને આસપાસના વિસ્તારને સુરક્ષા મળશે. આ સાથે જ કુંકણા સમાજની વાડી સહિત આજુબાજુના વિસ્તારોને લાંબાગાળે મોટો લાભ મળશે. કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા, કુંકણા સમાજના પ્રમુખ આર.ડી. પટેલ, જિલ્લા-તા.પં. સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પ્રોટેક્શન વોલ બનવાથી માત્ર જમીન ધોવાણ અટકશે એટલું જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં રહેનાર લોકોને ચોમાસા દરમિયાન સુરક્ષાની ચિંતા પણ ઓછી થશે. લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રખાઇ ગ્રામજનોની સમસ્યાના નિરાકરણ માટે ગ્રામ પંચાયત સતત પ્રયત્નશીલ રહી છે. લોકોની માંગ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરાઇ રહ્યા છે. આ પ્રોટેક્શન વોલનું કામ પણ લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મંજૂર કરાયું છે.> ગુલાબભાઇ પટેલ, સરપંચ, વાંસદા
    Click here to Read More
    Previous Article
    Sir David Attenborough at 100: Why iconic conservationist’s legacy lies beyond his documentaries
    Next Article
    વિશ્વ રેડ ક્રોસ, થેલેસેમિયાની ઉજવણી:વલસાડમાં દર્દીઓને સારવાર માટે નવી એમ્બ્યુલન્સ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment