Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ-મોનસૂન તૈયારી:પૂર અને ભારે વરસાદ સામે સજ્જ થવા અગાઉથી એલર્ટ આપી શકાય તે માટે હુટરની વ્યવસ્થા કરો

    4 days ago

    આગામી ચોમાસાને ધ્યાને લઇ વલસાડ જિલ્લા તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સૂન તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાન, માન, પાર અને દમણગંગા નદીકાંઠાના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે તંત્ર એલર્ટ રહી માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી કરે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટરે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન દ્વારા પ્રિ-મોન્સૂન તૈયારીની સમીક્ષા કરી હતી અને અગમચેતીના ભાગરૂપે હાથ ધરાનારી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સમયસર કંટ્રોલ રૂમ કાર્યરત કરવા તેમજ વલસાડ નગરપાલિકાને પ્રિ-મોન્સૂન કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. ધરમપુર પ્રાંત અધિકારી દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકાની નદીઓ કિનારે આવેલા અસરગ્રસ્ત ગામો, સરપંચ-તલાટી અને શાળાના આચાર્યોના સંપર્ક નંબર, આશ્રય સ્થાનો તથા તરવૈયાઓની યાદી રજૂ કરવામાં આવી હતી. દમણગંગા યોજના, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને વલસાડ નગરપાલિકા દ્વારા પણ તેમની તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. કલેક્ટરે ભારે વરસાદની સ્થિતિમાં દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમનું રૂલ લેવલ જાળવવા તથા સરકારના ધારા ધોરણ મુજબ પાણીની આવક-જાવકનું સંચાલન કરવા ભાર મૂક્યો હતો. સાથે જ ડૂબાણમાં જતા તમામ કોઝવેની ઓળખ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત એનજીઓની માહિતી, બોટોની સ્થિતિ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનની સફાઈ, ભયજનક વૃક્ષોનું કટીંગ, દવાનો જથ્થો, સર્પદંશ માટેની દવા-ઇન્જેક્શન અને કલોરીનેશનનો સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં અગાઉથી એલર્ટ આપી શકાય તે માટે હુટર (સાયરન) વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર પણ કલેક્ટરે દિશા-નિર્દેશ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ રેડ ક્રોસ, થેલેસેમિયાની ઉજવણી:વલસાડમાં દર્દીઓને સારવાર માટે નવી એમ્બ્યુલન્સ મળી
    Next Article
    જાનહાનિ ટળી:બોટાદમાં ભાડાના મકાનમાં ચાલતા કારખાનામાં આગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment