Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ અને દિયરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું'તુ:રાજકોટમાં ગોંડલ ચોક નજીક ઇકો અને સ્કોર્પિયો કાર વચ્ચેના અકસ્માતમાં થાનના વૃધ્ધાનું પણ સારવાર દરમિયાન મોત

    1 day ago

    રાજકોટના ગોંડલ રોડ ચોકડી નજીક ગત સોમવારના રોજ ઇકો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર જ બે સગા ભાઈઓ શામજીભાઈ અને મગનભાઈ પાટોડીયાના મોત નિપજ્યા હતા જયારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમાં આજ રોજ વધુ એક વૃધ્ધા ગીતાબેન પાટડીયા (ઉ.વ.60)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે. અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર પરિવારના સભ્યો લૌકિક પ્રસંગમાં હાજરી આપી પરત ગરી રહ્યા હતા જયારે સ્કોર્પિયો કાર ભાઈના લગ્ન માટે ભાડેથી લાવવામાં આવી હતી અને દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ આજીડેમ પોલીસે વૃધ્ધાના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ​'તારો ભાઈ મારી દીકરીને ભગાડી ગયો છે' કહી મહિલાના પર હુમલો ફરિયાદી પારુલબેન સોંદરવા સાંજના 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે અચાનક હરેશ પરમાર, સમીર ઉર્ફે પપ્પુ માજોઠી અને એક અજાણ્યા પુરુષે તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ શખ્સોએ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર ગાળાગાળી શરૂ કરી હતી અને જોતજોતામાં ઉગ્ર ઝઘડો કરી પારુલબેનને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું અને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ​હુમલાનું મુખ્ય કારણ પારુલબેનના ભાઈ કેવલ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. હુમલાખોર સમીર ઉર્ફે પપ્પુ માજોઠીએ હુમલો કરતી વખતે આક્ષેપ કર્યો હતો કે પારુલબેનનો ભાઈ કેવલ તેની દીકરીને ભગાડી ગયો છે, જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હુમલાનો ભોગ બનનાર મહિલાનો ભાઈ કેવલ કિશોર સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે કુખ્યાત શામજી મકાની ગેંગનો સક્રિય સભ્ય છે. હાલમાં કેવલ ગંભીર પ્રકારના ગુનાઓ અને ‘ગુજસીટોક’ હેઠળ નોંધાયેલા કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલો છે. ઘરકંકાશમાં પતિએ સફાઈ કામદાર પત્નીને માર માર્યો રાજકોટ ​જામનગર રોડ પર આવેલા સ્લમ ક્વાર્ટર નં. 34માં રહેતા 22 વર્ષીય અર્પિતાબેન પ્રશાંતભાઈ વાઘેલા પર તેમના જ પતિ દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ગઇકાલે બપોરના 12.30 વાગ્યા આસપાસ ઘરે પરત ફરેલા અર્પિતાબેન અને તેમના પતિ પ્રશાંત વચ્ચે ઘરકંકાશ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા પતિએ અર્પિતાબેનને ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમણે પ્રશાંત સાથે ફુલહાર કરી પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નજીવનની શરૂઆતથી જ સુખમાં ગ્રહણ લાગ્યું હતું. પતિ કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી ઘરનું ગુજરાન ચલાવવાની સંપૂર્ણ જવાબદારી અર્પિતાબેન પર છે, જેઓ બહુમાળી ભવનમાં સફાઈકામદાર તરીકે ફરજ બજાવે છે. સરધારમાં જમવા જેવી સામાન્ય બાબતે મોટાભાઈ અને પિતાએ ઝઘડો કરી યુવાનને ઢોર માર માર્યો ગઈકાલે સાંજના 6.30 વાગ્યા આસપાસ રમણીકભાઈ પોતાના ઘર પાસે હાજર હતા ત્યારે પિતા અનુભાઈ અને મોટાભાઈ દિલીપભાઈ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પિતા-પુત્રએ ભેગા મળીને રમણીકભાઈને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલાનું કારણ પૂછતા જાણવા મળ્યું કે, ગઈકાલે રમણીકભાઈએ ઘરે જમવાનું માંગ્યું હતું જે બાબતે પિતા અને મોટાભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જમવા જેવી સામાન્ય બાબતે થયેલો આ ઝઘડો એટલો વકર્યો હતો કે બંનેએ ઉશ્કેરાઈને રમણીકભાઈ પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં સુદામા ચોક ખાતે છાશ વિતરણ કેન્દ્ર શરૂ:નાગરિકોને ઉનાળાની ગરમીમાં રાહત આપવા મહાનગરપાલિકાની પહેલ
    Next Article
    પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા:બે MPના યુવકે હેરાનગતિ કરવા બદલ પોલીસના સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી, તપાસ બાદ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment