Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સુદામા ચોક ખાતે છાશ વિતરણ કેન્દ્ર શરૂ:નાગરિકોને ઉનાળાની ગરમીમાં રાહત આપવા મહાનગરપાલિકાની પહેલ

    1 day ago

    પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુદામા ચોક ખાતે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં નાગરિકોને રાહત આપવા અને તેમના આરોગ્યની કાળજી રાખવાના હેતુથી આ સેવાકીય પહેલ હાથ ધરાઈ છે. મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે. પ્રજાપતિના માર્ગદર્શન અને પ્રેરણાથી શરૂ કરાયેલા આ સેવા કાર્યમાં રોટરી ક્લબ, એસબીઆઇ બેન્ક અને સખી મંડળનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ કેન્દ્ર સુદામા મંદિરના ગેટ પાસે કાર્યરત રહેશે, જ્યાં દરરોજ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવશે. શહેરના શ્રમિકો, મુસાફરો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ગરમીથી ઠંડક અને તાજગી મળે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. છાશ વિતરણની સેવા સખી મંડળની બહેનો દ્વારા નિયમિતપણે પૂરી પાડવામાં આવશે. મહિલાઓની સક્રિય ભાગીદારીથી આ સેવાકીય કાર્યને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, મહાનગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, રોટરી ક્લબના પ્રતિનિધિઓ, એસબીઆઇ બેન્કના સ્ટાફ સભ્યો અને સખી મંડળની બહેનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ઉનાળાના કપરા સમયમાં આવી જનસેવાને અત્યંત ઉપયોગી ગણાવી હતી. પોરબંદર મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, નાગરિક હિતને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ વિવિધ સેવાકીય અને જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડના સનસનાટીભર્યા મર્ડર કેસનો ભેદ સુરતમાં ઉકેલાયો:દોઢ વર્ષથી ફરાર આરોપી વેડ રોડ પરથી ઝડપાયો, 25 હજારની લેતીદેતીમાં મિત્રની હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં દાટી હતી
    Next Article
    પતિ અને દિયરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું'તુ:રાજકોટમાં ગોંડલ ચોક નજીક ઇકો અને સ્કોર્પિયો કાર વચ્ચેના અકસ્માતમાં થાનના વૃધ્ધાનું પણ સારવાર દરમિયાન મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment