Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રણ દિવસીય મંથન પૂર્ણ:મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનો આજે આખરી દિવસ, નામોની જાહેરાત હજી બાકી

    9 hours ago

    ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે ત્રીજો અને આખરી દિવસ પૂર્ણ થયો. સવારે અંદાજે 10:30 વાગ્યે શરૂ થયેલી બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી. રાજ્યભરની વિવિધ ચૂંટાયેલી પાંખો અને પંચાયત સંસ્થાઓના વડાઓની પસંદગી મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ દિવસથી સતત ચાલી રહેલી આ મંથન પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો વચ્ચે વિસ્તૃત ચર્ચા બાદ સંભવિત નામો પર સહમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હજુ સુધી સત્તાવાર નામોની જાહેરાત બાકી જોકે બેઠકનો આખરી દિવસ પૂર્ણ થયા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવી નથી. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, અંતિમ યાદીને લઈને હજુ આંતરિક સ્તરે ચર્ચા ચાલી રહી છે અને ગણતરીના દિવસોમાં નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠકને લઈને ભાજપ સંગઠન અને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના વડાઓની પસંદગી આગામી રાજકીય અને સંગઠનાત્મક સમીકરણોમાં મહત્વની માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: રાષ્ટ્રપતિ પાગલ છે?:સાત સ્ફોટક સવાલોથી અમેરિકન સેનેટમાં સન્નાટો, હેગસેથ પરસેવે રેબઝેબ, યુદ્ધમાં ઘેરાયેલી ટ્રમ્પ સરકાર અંતે સંસદના કઠેડામાં
    Next Article
    ટ્રાફિક મુક્ત સુરત માટે સ્માર્ટ આયોજન કરાશે:મનપા-ટ્રાફિક પોલીસના સંયુક્ત સર્વેથી વાહનચાલકોની હાલાકીનો આવશે અંત, દરેક સિગ્નલ પર નવી સિસ્ટમ લાગુ કરવા વિચારણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment