Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક મુક્ત સુરત માટે સ્માર્ટ આયોજન કરાશે:મનપા-ટ્રાફિક પોલીસના સંયુક્ત સર્વેથી વાહનચાલકોની હાલાકીનો આવશે અંત, દરેક સિગ્નલ પર નવી સિસ્ટમ લાગુ કરવા વિચારણા

    8 hours ago

    સુરત શહેર હવે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. સુરત શહેરના રસ્તાઓ પર વાહનોના વધતા ભારને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અને સિગ્નલો પર વેડફાતા સમયને બચાવવા માટે સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા એ સાથે મળીને એક વ્યાપક નિરીક્ષણ અભિયાન હાથ ધર્યું છે. આ સંયુક્ત કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ટ્રાફિક મેનેજમેન્ટને વધુ આધુનિક અને લોકભોગ્ય બનાવવાનો છે. ટ્રાફિક સિગ્નલોની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ ટેકનિકલ અધિકારીઓ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સિનિયર અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને ટ્રાફિક સિગ્નલોની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા એવી તમામ નાની-મોટી સમસ્યાઓની યાદી તૈયાર કરવામાં આવી છે જે વાહનચાલકો માટે માથાનો દુખાવો સાબિત થાય છે. પાલિકા અને પોલીસની ઓન-ગ્રાઉન્ડ કામગીરી શરૂ કરી પાલિકા અને પોલીસ વચ્ચેના આ સંકલનને કારણે એવા પ્રશ્નો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જ્યાં રસ્તાની પહોળાઈ, સિગ્નલનો સમયગાળો અથવા આસપાસના દબાણોને કારણે ટ્રાફિક જામ થતો હોય. પોલીસ કે માત્ર પાલિકા આ સમસ્યાનો ઉકેલ લાવી શકે તેમ નથી, તેથી બંને વિભાગોએ સાથે મળીને ઓન-ગ્રાઉન્ડ કામગીરી શરૂ કરી છે. આ અભિયાન માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતું સીમિત નથી. આગામી દિવસોમાં સુરત શહેરના તમામ મુખ્ય અને નાના ટ્રાફિક સિગ્નલો પર નિરીક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસના જવાનો જે-તે પોઈન્ટ પર રહીને જે અનુભવો કરે છે અને જે મુશ્કેલીઓનો સામનો કરે છે, તેને આધારે ડેટા એકઠો કરવામાં આવશે. અમુક જંક્શન પર વાહનોની સંખ્યા ઓછી હોવા છતાં લાલ લાઈટ લાંબો સમય ચાલુ રહે છે, જ્યારે અમુક જગ્યાએ ભારે ધસારા સામે સમય ઓછો પડે છે. આ વિસંગતતા દૂર કરવામાં આવશે. ચાલકોને સ્પષ્ટ દેખાય તે રીતે માર્કિંગ કરવા અને પેડેસ્ટ્રિયન માટેની સુવિધાઓ વધારવા પર ભાર મુકાશે. સિગ્નલ પાસે વળાંક લેતા વાહનોને કારણે પાછળ ઉભેલા વાહનોને નડતર ન થાય તે માટે લેન મેનેજમેન્ટમાં ફેરફારની જરૂરિયાત તપાસવામાં આવી રહી છે. પોલીસ અને પાલિકા દ્વારા રિપોર્ટ તૈયાર કરાશે સુરત શહેરના વાહનચાલકોને પીક અવર્સ દરમિયાન સૌથી વધુ મુશ્કેલી પડતી હોય છે. આ નિરીક્ષણ પાછળનો પ્રાથમિક હેતુ જ એ છે કે સામાન્ય જનતાને કોઈ અગવડતા ન પડે. ટ્રાફિક સિગ્નલ પર વધુ પડતો સમય ઉભા રહેવાને કારણે ઇંધણનો બગાડ અને પ્રદૂષણ વધે છે, જેની અસર લોકોના સ્વાસ્થ્ય અને ખિસ્સા પર પણ પડે છે. પોલીસ અને પાલિકાની આ મુલાકાતોથી ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કયા ફેરફારો કરવા તેના પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રણ દિવસીય મંથન પૂર્ણ:મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનો આજે આખરી દિવસ, નામોની જાહેરાત હજી બાકી
    Next Article
    Pics: US Releases Fresh UFO Evidence After Years Of Secrecy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment