Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતલાસણાના રંગપુરના યુવકનું અકસ્માતમાં મોત:નોકરી પરથી ઘરે પરત ફરતા સમયે બની ઘટના, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ

    9 hours ago

    મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના રંગપુર (ગઢ) ગામના એક 28 વર્ષીય યુવાનનું કેશરપુરા (ડભોડા) પાસે અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. ખેરાલુ ખાતે ફાઇનાન્સમાં નોકરી કરતા વિક્રમજી ઠાકોર પોતાનું મોટરસાયકલ (GJ-02-DR-0201) લઈને નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત બનાવની વિગતો મુજબ ગત તા 7 મેં 2026 ના રોજ સાંજના આશરે પોણા આઠ વાગ્યાના સુમારે કેશરપુરા (ડભોડા) P.H.C. સેન્ટર પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે વિક્રમજીના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિક્રમજીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ મૃતકના ભાઈ પ્રતાપજી ડાહ્યાજી ઠાકોર તથા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને 108ની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતક યુવાનના મૃતદેહને પ્રથમ ખેરાલુ સિવિલ અને ત્યારબાદ પીએમ અર્થે વડનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પ્રતાપજી ઠાકોરે ખેરાલુ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાલોલ પાલિકામાં રજૂઆત કરવા ગયેલા જનપ્રતિનિધિઓ અને રહીશો વિફર્યા:પ્રમુખ-ચીફ ઓફિસર ગેરહાજર જણાતા કચેરીમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો
    Next Article
    JSW MG મોટર હાલોલ ખાતે ભવ્ય ભરતી મેળો:400થી વધુ જગ્યાઓ માટે વોક-ઈન ઇન્ટરવ્યુ, અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment