Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલ પાલિકામાં રજૂઆત કરવા ગયેલા જનપ્રતિનિધિઓ અને રહીશો વિફર્યા:પ્રમુખ-ચીફ ઓફિસર ગેરહાજર જણાતા કચેરીમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો

    10 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર 4ના જનપ્રતિનિધિઓ અને સ્થાનિક રહીશો દ્વારા હોબાળો મચાવી તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઑફિસર બંનેની ગેરહાજરીને કારણે બની હતી. ભારતીય જનતા પાર્ટી શાસિત કાલોલ શહેરમાં વર્ષો જૂની ગટર અને રોડ-રસ્તાની સમસ્યાઓથી લોકો પરેશાન છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે વોર્ડ નંબર 4ના સભ્યો અને સ્થાનિક રહીશો નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, કચેરીમાં ન તો પ્રમુખ કે ન તો ચીફ ઑફિસર હાજર મળ્યા હતા. અધિકારીઓની ગેરહાજરીને કારણે સભ્યો અને રહીશોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે દરમિયાન કચેરીમાં તોડફોડ પણ થઈ હતી. વોર્ડ નંબર 4 ના વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. સામાન્ય વરસાદમાં પણ અહીં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને 'ભીમરાવ સોસાયટી' થી 'જલારામ નગર' સુધીના મુખ્ય માર્ગો પર ગટરના અભાવે જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. સ્થાનિક રહીશો અને જનપ્રતિનિધિઓ દ્વારા આ અંગે લેખિત અને મૌખિકમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સત્તાધારી પક્ષના પોતાના જ સભ્યો પણ હવે તંત્રની નિષ્ક્રિયતા સામે મેદાનમાં ઉતર્યા છે. રહીશોએ ચીફ ઓફિસરને ઉદ્દેશીને લખેલા પત્રોમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો વહેલી તકે સમસ્યાનો નિકાલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વોર્ડ નંબર 4ના સભ્ય હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે પણ રજૂઆત કરવા માટે અમે કે મારા વિસ્તારના લોકો પહોંચે ત્યારે પાલિકા ચીફ ઓફિસર કે નગરપાલિકા પ્રમુખ હાજર મળી આવતા નથી. સ્થાનિક નીલેશ કુમાર સુથારિયાએ જણાવ્યું કે, થોડા જ વરસાદમાં અમારા વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ જાય છે. ખરાબ રસ્તાને કારણે ઇમરજન્સી સેવા અમારા વિસ્તાર સુધી નથી પહોંચી રહી માટે વોર્ડ નંબર 4ના રહીશો તેમજ નગરપાલિકાના સભ્યો આજે કાલોલ નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા, પરંતુ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ મામલે દિવ્ય ભાસ્કરની ટીમે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખ મકવાણા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, સ્વર્ણિમ યોજના હેઠળ રૂ 7 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં કાલોલ નગર અન્ય રોડ રસ્તા સાથે વોર્ડ નંબર 4ના રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું કે, હું હાલ રજા ઉપર છું પરંતુ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બાબતે પોલીસ મથકે ફરિયાદ આપવા એકાઉન્ટનને સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચલી કોર્ટમાં મોટાપાયે બદલી:ડિસ્ટ્રિક્ટ જજ, સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની બદલીઓ, 18 મે થી નવી કોર્ટમાં સંભાળશે હોદ્દો
    Next Article
    સતલાસણાના રંગપુરના યુવકનું અકસ્માતમાં મોત:નોકરી પરથી ઘરે પરત ફરતા સમયે બની ઘટના, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment