Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JSW MG મોટર હાલોલ ખાતે ભવ્ય ભરતી મેળો:400થી વધુ જગ્યાઓ માટે વોક-ઈન ઇન્ટરવ્યુ, અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે

    8 hours ago

    પંચમહાલના હાલોલ ખાતે JSW MG મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મદદનીશ નિયામક રોજગાર કચેરી-વડોદરાના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે સવારે 9:00 કલાકે એક વિશાળ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ JSW MG મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ચંદ્રપુરા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, હાલોલ-ગોધરા રોડ, જીઆઈડીસી, હાલોલ (જિલ્લો પંચમહાલ) ખાતે નિયત સમયે હાજર રહેવાનું રહેશે. 400થી વધુ વેકન્સી માટે આયોજિત આ મેળામાં ઉમેદવારોના સીધા ઇન્ટરવ્યુ લેવામાં આવશે. 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે રોજગારીની તક આ ભરતી મેળામાં ધોરણ-12 પાસ, ગ્રેજ્યુએટ (B.A., B.Com.) તેમજ ITI ના વિવિધ ટ્રેડ જેવા કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, ટર્નર, વેલ્ડર, પેઇન્ટર, ડીઝલ મિકેનિક અને મોટર મિકેનિક પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે. વયમર્યાદાની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 18 થી 25 વર્ષ અને મહિલા ઉમેદવારો માટે 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ 'અનુબંધમ' પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી પોતાના બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવું. નોંધનીય છે કે આ સંપૂર્ણ પ્રક્રિયા નિઃશુલ્ક છે, તેથી ઉમેદવારોએ કોઈપણ પ્રકારની છેતરપિંડી કે આર્થિક વ્યવહારોથી સાવધ રહેવું.
    Click here to Read More
    Previous Article
    સતલાસણાના રંગપુરના યુવકનું અકસ્માતમાં મોત:નોકરી પરથી ઘરે પરત ફરતા સમયે બની ઘટના, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ
    Next Article
    Inside the peaceful prayer corner at Priyanka Chopra Jonas’s Los Angeles home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment