Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત:ચાર મહિના પૂર્વે જ લગ્નના બંધનમાં બંધાયેલા શાપરના કારખાનેદારને છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો'તો

    9 hours ago

    રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. અત્‍યંત કરૂણ ઘટનામાં શાપર વેરાવળમાં રહેતાં 30 વર્ષના એક કારખાનેદાર યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર પર વજ્રઘાત થયો છે. આ બનાવની કરૂણતા એ છે કે હજુ તો ચાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં ઘર પરિવારમાં હજુ ખુશીઓનો માહોલ હતો ત્‍યાં આશાસ્‍પદ યુવાનની અણધારી વિદાયથી પરિવાર અને નવપરિણીતા પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે. શાપર વેરાવળમાં રહેતાં જેનીશભાઇ રાજશેભાઇ પીપળવા (ઉ.વ.30) નામના યુવાનને ગઇકાલે છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહિ સારવાર ચાલુ કરવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા મોત થતાં બનાવ અંગે શાપર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે રાજકોટ ગિરીરાજ હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. મૃત્‍યુ પામનાર જેનીશભાઇ બે ભાઇમાં મોટો હતો અને શાપરમાં કારખાનુ ચલાવતો હતો. જેનીશભાઇના લગ્ન હજુ ચાર મહિના પહેલા જ થયા હતાં. પરિવારજનો હજુ આ પ્રસંગની ખુશીઓ, યાદોમાં રચ્‍યો પચ્‍યો હતો ત્‍યાં જ યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવાર પર આભ ફાટી પડયું હતું. જેના હાથની મહેંદી પણ સુકાઇ ન હતી એ નવોઢાએ પતિ ગુમાવતાં તે ઉંડા આઘાતમાં ગરક થઇ ગઇ છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર 108 ટીમે સ્થળ પર જ કરાવી સફળ પ્રસુતિ:ટીમે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો
    Next Article
    રાજકોટમાં દબાણ હટાવ શાખાની કડક કાર્યવાહી:મનપા દ્વારા 180 રેકડી અને 21776 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂ. 22.11 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment