Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દબાણ હટાવ શાખાની કડક કાર્યવાહી:મનપા દ્વારા 180 રેકડી અને 21776 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂ. 22.11 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો

    8 hours ago

    રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16-03-2026 થી 30-04-2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જાહેર માર્ગો પર અડચણરૂપ એવી 180 રેકડી-કેબીન અને 21776 જેટલા બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ દબાણો અને નિયમ ભંગ બદલ કુલ રૂ. 22,11,576 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 2069 પરચુરણ ચીજવસ્તુઓ અને 10991 કિલો શાકભાજી તથા ફળોનો પણ સમાવેશ થાય છે. તંત્ર દ્વારા મંડપ, કમાન અને છાજલી પેટે રૂ. 9,34,586 અને અન્ય વહીવટી ચાર્જ પેટે રૂ. 12,76,990 ની આવક મેળવવામાં આવી છે. રાજકોટનાં મુખ્ય માર્ગો જેવા કે 150 રિંગ રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, અને ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધરાર માર્કેટ, સંતકબીર રોડ અને પેડક રોડ જેવા ગીચ વિસ્તારોમાં પણ ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરીને રેકડીઓ અને બોર્ડ-બેનરો હટાવવામાં આવ્યા હતા. મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી અને રેસકોર્સ રિંગ રોડ જેવા વિસ્તારોમાં આડેધડ લગાવવામાં આવેલા પતાકા અને ઝંડીઓ દૂર કરી શહેરને સ્વચ્છ બનાવવા પ્રયાસ કરાયો હતો. એન્ક્રોચમેન્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર, જાહેર જનતાની સુવિધા અને માર્ગો ખુલ્લા રાખવા માટે આગામી સમયમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. રાજકોટમાં ચોમાસા પૂર્વે મનપાની 56 મિલકતોના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેકનો આદેશ ચોમાસુ નજીક આવતા રાજકોટ મહાપાલિકા હસ્તકની 56 મિલકતોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચકાસણી કરવા માટે સિટી એન્જિનિયરોને આદેશ કરવામાં આવ્યો છે. એસ્ટેટ અને બાંધકામ વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ કામગીરી વિલંબમાં પડી હતી, જેની ગંભીર નોંધ લેવાતા હવે તમામ ઝોનમાં કામગીરી શરૂ કરવા તાકીદ કરાઈ છે. મનપા હસ્તકની મિલકતોમાં સેન્ટ્રલ ઝોનમાં 38, ઇસ્ટ ઝોનમાં 12 અને વેસ્ટ ઝોનમાં 6 ઇમારતોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે દર વર્ષે સમયસર થતી આ પ્રક્રિયામાં આ વર્ષે એસ્ટેટ શાખાની નીરસ્તા જોવા મળી છે, જેના કારણે છેલ્લી ઘડીએ આદેશો છૂટ્યા છે. આ તમામ મિલકતો હાલ ભાડે અપાયેલી છે. નિયમ મુજબ, ઇજનેરોના રિપોર્ટમાં જે ઇમારતો જોખમી જણાય તેને ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવે છે. ગત વર્ષે આ રિપોર્ટના આધારે લાખાજીરાજ માર્કેટ ખાલી કરાવાઈ હતી, જ્યારે પેલેસ રોડ પરની કેટલીક જોખમી મિલકતો હજુ પણ ખાલી કરાવી શકાઈ નથી. આ મિલકતો વધુ જર્જરિત બની હોવા છતાં તપાસમાં વિલંબ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. હાલમાં જ્યુબિલી શાક માર્કેટના નવનિર્માણ માટે પણ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત:ચાર મહિના પૂર્વે જ લગ્નના બંધનમાં બંધાયેલા શાપરના કારખાનેદારને છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો'તો
    Next Article
    Live Updates: Vijay Meets Tamil Nadu Governor, Claims Support Of 118 MLAs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment