Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​જૂનાગઢના વિલીંગ્ડન ડેમની કૂંડી પર નહાવા ગયા ને કાળ ભેંટ્યો:મિત્રોની નજર સામે જ ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ, ત્રણેયના મૃતદેહ મળ્યા

    9 hours ago

    જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલીંગ્ડન ડેમ ખાતે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાત પરપ્રાંતીય યુવાનોનો એક સમૂહ ડેમની કૂંડીમાં નહાવા માટે આવ્યો હતો, જે દરમિયાન ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ ત્રણેય યુવાનના મૃતદેહ મળી આવ્યા છે. નજર સામે જ ત્રણ મિત્રો કાળનો કોળિયો બન્યા પ્રાપ્ત વિગતો અનુસાર, રજાના દિવસે સાતેય મિત્રો વિલીંગ્ડન ડેમ ખાતે મોજ-મસ્તી કરવા પહોંચ્યા હતા. ડેમની કૂંડીમાં નહાતી વખતે અચાનક ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. તેની સાથે આવેલા અન્ય ચાર મિત્રો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ પોતાની નજર સામે જ પોતાના કલેજાના ટુકડા સમાન મિત્રોને ડૂબતા જોઈ તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. સાંજે 5 વાગ્યે મિત્રો સાથે અહીં નહાવા માટે આવ્યા હતા ઘટનાસ્થળે હાજર એક મિત્રએ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મારું નામ ગુલામહુસેન છે. અમે કુલ 7 મિત્રો સાંજે 5 વાગ્યે અહીં નાહવા માટે આવ્યા હતા. નાહતી વખતે અમારામાંથી 3 મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે અમે 4 મિત્રો હેમખેમ બહાર નીકળવામાં સફળ રહ્યા છીએ. અમારી સાથે હસનૈન, શિવમ, કલામ, મનોજ, અહેમદ હુસૈન અને અમિત હતા. અમે મૂળ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના બૈરાગી ગામના વતની છીએ અને હાલ જૂનાગઢમાં રહીને મજૂરીકામ કરીએ છીએ. તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન આ બનાવની જાણ થતા જ જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા પાણીમાં ઓક્સિજન સિલિન્ડર અને અન્ય સાધનો સાથે ઊંડી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાકીના બે યુવાનો હજુ પણ ગુમ હોવાથી તંત્ર દ્વારા ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. પરિવારમાં માતમનો માહોલ પોલીસે મળી આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડૂબેલા તમામ યુવાનો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે, જેઓ અહીં મજૂરીકામ અર્થે આવ્યા હોવાનું મનાય છે. આ કરુણ ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વાતાવરણ ગમગીન બની ગયું છે. સ્થાનિક તંત્રએ પ્રવાસીઓને ડેમ અને નદીઓના જોખમી વિસ્તારોમાં નહાવા ન પડવા માટે ફરી એકવાર અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં દિલ્હી-કોલકાતા વચ્ચે કરો યા મરો મેચ:પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે DCને જીત જરૂરી, KKR જીતની હેટ્રિક બાદ મેદાનમાં ઉતરશે
    Next Article
    એલ.ડી. એન્જિ.ના 90 અધ્યાપકોને વસ્તી ગણતરીનું કામ સોંપાયું:6 હજાર વિદ્યાર્થીઓના અભ્યાસ-એડમિશન પર અસરથી ઓર્ડર રદ કરવા માંગ, કહ્યું અભ્યાસ પણ બગડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment