Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં અકસ્માતની બે ઘટનામાં બેના મોત:સાબરમતીમાં એક્ટિવા સવાર ત્રણ મિત્રોને કારચાલકે ઉડાવ્યા, એરપોર્ટ રોડ પર વોકિંગમાં નીકળેલા વૃદ્ધને કારે અડફેટે લીધા

    5 days ago

    અમદાવાદના સાબરમતી અને એરપોર્ટ રોડ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારોએ સર્જેલા બે અકસ્માતમાં એક 21 વર્ષીય યુવક અને એક 76 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યા છે. સાબરમતી હિટ એન્ડ રન કેસમાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી લીધી છે, જ્યારે એરપોર્ટ રોડ પર બનેલી ઘટનામાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાબરમતીમાં ત્રણ મિત્રોની સવારીને કારે ટક્કર મારી, એકનું મોત સાબરમતી રેલવે કોલોનીમાં રહેતો 21 વર્ષીય અંકિત પટેલ તેના બે મિત્રો જસવંત અને ગૌતમ સાથે એક્ટિવા પર જઈ રહ્યો હતો. રાત્રિના સમયે જનપથ ત્રણ રસ્તા પાસે વિસત તરફથી આવતી પૂરઝડપી કારે તેમના વાહનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણેય મિત્રો રસ્તા પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અંકિત પટેલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત જસવંત અને ગૌતમ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કેસમાં પોલીસે 24 વર્ષીય કારચાલક વેદાંત ગૌતમ (રહે. વોટર લીલી, વૈષ્ણોદેવી સર્કલ) ની ધરપકડ કરી છે. આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટ રોડ પર વોકિંગ પર નીકળેલા વૃદ્ધને કારે ઉડાવ્યા બીજી ઘટનામાં એરપોર્ટ રોડ પર આવેલી ઈન્દ્રનગર સોસાયટીના 76 વર્ષીય જગદીશભાઈ સાંજના સમયે ચાલવા નીકળ્યા હતા. ઈન્દિરાબ્રિજ સર્કલથી હાસોલ તરફ જતા આઈકોનિક રોડ પર મહાકાળી મંદિર પાસે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે બેકાબૂ ઝડપે આવેલી કારે તેમને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જગદીશભાઈનું મૃત્યુ થયું હતું. પોલીસે કાર ચાલક ચિરાગ વાછાણી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બંને કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂરઝડપે વાહન ચલાવી નિર્દોષ લોકોના જીવ લેનારા તત્વો સામે કડક પગલાં ભરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધ વેપારીઓને વાતોમાં ભોળવી ગલ્લા સાફ કરતી ગેંગ ઝડપાઈ:વસ્તુ લેવાના બહાને દુકાનદારને અંદર મોકલીને પૈસા લઈ લેતા; રાજકોટ-ભાવનગર સહિત પાંચ શહેરોમાં ચોરી કરી
    Next Article
    બોટાદના ટાવર રોડ પર વીજ વાયર તૂટ્યો:ભરચક વિસ્તારમાં અફરાતફરી, વીજ વિભાગે તાત્કાલિક સમારકામ હાથ ધર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment