Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધ વેપારીઓને વાતોમાં ભોળવી ગલ્લા સાફ કરતી ગેંગ ઝડપાઈ:વસ્તુ લેવાના બહાને દુકાનદારને અંદર મોકલીને પૈસા લઈ લેતા; રાજકોટ-ભાવનગર સહિત પાંચ શહેરોમાં ચોરી કરી

    5 days ago

    રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિનિયર સીટીઝન વેપારીઓને નિશાન બનાવતી એક શાતિર આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરના ગારિયાધારનો મુખ્ય સૂત્રધાર વિકી સેખલીયા બે સગીર સાગરીતો સાથે મળીને જે તે શહેરમાં રેકી કરી વૃદ્ધ વેપારીઓને વાતોમાં પરોવી ગણતરીની મિનિટોમાં ગલ્લામાંથી રોકડ સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેયને ઝડપી પાડી રાજકોટ, ભાવનગર, નવસારી અને વાસદ સહિતના વિસ્તારોમાં આચરેલી 10 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓ પાસેથી ₹7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે અન્ય કેટલા વેપારીઓ આ ટોળકીનો ભોગ બન્યા છે, તે દિશામાં તપાસ તેજ કરી છે. ટોળકી મોટાભાગે સિનિયર સીટીઝન વેપારીને ટાર્ગેટ કરતી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં થતી ઘરફોડ ચોરીને અટકાવવા તેમજ ગુનાના ભેદ ઉકેલવા મળેલી સૂચના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે એક ટોળકીને ઝડપી પાડવામાં આવી છે જેમાં મુખ્ય આરોપી ભાવનગરના ગારિયાધારનો વતની વિકી સેખલીયા અને બે સગીર વયના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી મોટા ભાગે રેકી કર્યા બાદ સિનિયર સીટીઝન વેપારીને ટાર્ગેટ કરતી હતી અને તેમને વાતોમાં વ્યસ્ત રાખી તેમજ વસ્તુ ખરીદી કરવાના બહાને તેમની નજર ચૂકવી તેમના ગલ્લામાંથી રોકડ રકમને ચોરી ગુનો આચરતી હતી. પોલીસે CCTVના આધારે 7.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવી તેમની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 2.58 લાખ રૂપિયા રોકડા અને એક વેન્યુ કાર મળી કુલ 7.58 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં આરોપીએ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક મળી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જિલ્લાઓમાં કુલ 10 જેટલા વેપારીને આ રીતે ટાર્ગેટ બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી વિકી સેખલીયા વિરુદ્ધ અગાઉ એક મારામારી, બે ચોરી તેમજ જુગારનો એક કેસ નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વેપારીઓને CCTV લગાવવા અપીલ કરાઈ પોલીસ દ્વારા લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ખાસ કરીને કોઈ પણ દુકાનમાં જયારે સિનિયર સીટીઝન વેપાર કરતા હોય ત્યારે તેઓએ ખાસ ધ્યાન રાખવું કે આ રીતે એક સાથે ત્રણ ચાર લોકો આવે ત્યારે સતર્ક થઇ જવું જોઈએ, કાળજી રાખવી જોઈએ તેમજ ગલ્લાને હમેશા લોક કરીને રાખવો જોઈએ. આ ઉપરાંત દરેક વેપારી પોતાની દુકાનમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરીને રાખે તો એવો કોઈ બનાવ બને ત્યારે તેનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે માટે શક્ય હોય તો તમામ વેપારીઓને સીસીટીવી કેમેરા લગાવવા પણ અપીલ કરવામાં આવી રહી છે. 85,000ની રોકડ ભરેલી પ્લાસ્ટિકની થેલી ચોરી કરી ગયા હાલ ભક્તિનગર પોલીસે આરોપીનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી છે કારણ કે આ ટોળકી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનના વાણીયાવાડી વિસ્તારમાં રહેતા અને હુડકો શાક માર્કેટ પાસે જલારામ ઇમિટેશન તથા કોસ્મેટિક સ્ટોર ચલાવતા વેપારીને ટાર્ગેટ બનાવ્યા હતા. વેપારી ભરતભાઇ હેમતભાઈ ગોટેયા (ઉ.વ.58)એ તા.01.05.2026ના રોજ સવારે જ્યારે તેઓ પોતાની દુકાને હાજર હતા ત્યારે અજાણ્યા શખ્સો તેમની નજર ચૂકવી ટેબલ પર રાખેલ રૂ.85,000ની રોકડ ભરેલી પ્લાસ્ટિકની થેલી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેલ અને શેમ્પુ બતાવવાના બહાને વેપારીને વાતોમાં પરોવ્યો જેમાં વેપારી પાસે પહેલા એક યુવક તેલની શીશી લેવા આવ્યો હતો અને રૂ.500ની નોટ આપી હતી. વેપારીએ છૂટા પૈસા આપવા માટે ટેબલમાંથી પૈસાનું જબલું બહાર કાઢયું હતું. આ દરમિયાન અન્ય એક શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો. આ બીજા શખ્સે વેપારીને તેલ અને શેમ્પુ બતાવવાના બહાને વાતોમાં પરોવી દુકાનની અંદરની તરફ લઈ ગયો હતો. ત્યારબાદ આ શખ્સે ખરીદીના પૈસા ચૂકવવા માટે ઓનલાઈન સ્કેનર માંગ્યું હતું. પરંતુ સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી પછી રોકડા આપીને સામાન લઈ જઈશ તેમ કહી બંને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવાર પછી ભરતભાઇએ તપાસ કરતા ટેબલ પર રાખેલું રોકડ રકમનું જબલું ગાયબ જણાયું હતું જેથી ચોરી થયા અંગે જાણ થઇ હતી. રાજકોટના બે સહિત 10 ગુનાનો ભેદ ઉકેલાયો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ ટોળકીએ મળી રાજકોટમાં બે તથા ભાવનગરના સણોસરામાં પાનના ગલ્લામાંથી 13 હજારની, વાસદ ખાતે બીયારણની દૂકાનમાંથી 1 લાખની, નવસારી ચીખલીમાં ચાની દુકાનમાંથી 15 હજારની, ચીખલીમાં જ પ્લાસ્ટીકની દુકાનમાંથી 5 હજારની, અન્ય બીયારણની દુકાનમાંથી 10 હજારની, નવસારીમાં હાર્ડવેરની દુકાનમાંથી 40 હજારની, સાતેક મહિના પહેલા ભાવનગરમાં કાજુ બદામની દુકાનમાંથી 30 હજારની અને છ મહિના પહેલા ભાવનગરમાં હાર્ડવેરની દુકાનમાંથી રૂ.20 હજારની મળી કુલ 10 ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે. શું હતી મોડેસ ઓપરેન્ડી .? આ ત્રણેય આરોપીઓ કારમાં અલગ અલગ શહેરમાં જઈ દુકાનની રેકી કરતાં અને જ્યાં મોટી ઉમરના વેપારી હાજર હોઇ ત્યાં જીણી મોટી વસ્તુ ખરીદવાના બહાને જઇ તેમને વાતોમાં પરોવી ચોરી કરી નાસી છૂટવાની ટેવ ધરાવતા હતા.
    Click here to Read More
    Previous Article
    સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી:ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા, અમિત શાહે મંચ પર માળા પહેરાવીને ગળે લગાવ્યા
    Next Article
    અમદાવાદમાં અકસ્માતની બે ઘટનામાં બેના મોત:સાબરમતીમાં એક્ટિવા સવાર ત્રણ મિત્રોને કારચાલકે ઉડાવ્યા, એરપોર્ટ રોડ પર વોકિંગમાં નીકળેલા વૃદ્ધને કારે અડફેટે લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment