Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં હેલ્મેટ વગરના ચાલકોને દંડને બદલે ગુલાબ:ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ માટે 'ગાંધીગીરી' અપનાવી અપીલ

    10 hours ago

    બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. પોલીસે હેલ્મેટ વગરના વાહનચાલકોને દંડ ફટકારવાને બદલે ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા નમ્ર અપીલ કરી હતી. શહેરના વ્યસ્ત જ્યોતિગ્રામ વિસ્તાર સહિત વિવિધ ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસે આ કાર્યવાહી કરી હતી. સામાન્ય રીતે પોલીસને જોઈને હેલ્મેટ વગરના વાહનચાલકોમાં ભય જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે તેમને ગુલાબ આપીને આશ્ચર્યચકિત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસના આ માનવીય અભિગમની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. અનેક વાહનચાલકોએ સ્થળ પર જ શિસ્તબદ્ધ રીતે હેલ્મેટ પહેરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી. બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એ.એમ. રાવલે આ અંગે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં 24 વર્ષીય પરિણીતાનું સાસરીમાં મોત:પિતાએ પોલીસને જાણ કરી, ભેદી સંજોગોની તપાસ શરૂ
    Next Article
    સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ‘સાંઢા’ વન્યજીવનો શિકાર કરનાર ઝડપાયો:થાનગઢમાંથી ધરપકડ, રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત; કોર્ટે જામીન નામંજૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment