Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ‘સાંઢા’ વન્યજીવનો શિકાર કરનાર ઝડપાયો:થાનગઢમાંથી ધરપકડ, રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત; કોર્ટે જામીન નામંજૂર કર્યા

    9 hours ago

    સુરેન્દ્રનગર વન વિભાગે પ્રતિબંધિત ‘સાંઢા’ વન્યજીવનો શિકાર કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. થાનગઢની ચોરવીરા અનામત વીડીમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગે જીવંત સાંઢો, બાઇક અને રોકડ સહિત કુલ રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર ક્ષેત્રિય વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ અને મદદનીશ નાયબ વન સંરક્ષક સ્વપ્નીલ પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે આ કાર્યવાહી કરી હતી. થાનગઢ ક્ષેત્રિય રેન્જના સ્ટાફે ચોરવીરા અનામત વીડીના સર્વે નંબર 570માં પેટ્રોલિંગ દરમિયાન દલસુખભાઇ મનજીભાઇ માથાસુરીયા (રહે. ચોરવીરા) નામના શખ્સને વન્યજીવનો શિકાર કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ ચોરવીરા જંગલ વિસ્તારમાંથી પ્રતિબંધિત ‘સાંઢા’ વન્યપ્રાણીનો શિકાર કર્યો હતો. શિકાર પાછળનો હેતુ સાંઢામાંથી તેલ કાઢી તેનું વેચાણ કરવાનો તેમજ તેના માંસનો વ્યક્તિગત વપરાશ કરવાનો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ગુનાની કબૂલાત પણ કરી છે. વન વિભાગે આરોપી પાસેથી એક જીવંત સાંઢો, શિકાર માટે વપરાતા દોરીના ગાળા, એક સુપર સ્પ્લેન્ડર મોટર સાઇકલ (નંબર GJ-13-BK-6465) અને રોકડ મળી કુલ રૂ. 2,32,500નો મુદ્દામાલ સરકારી રેકર્ડ પર જપ્ત કર્યો છે. આ ગુના સંદર્ભે થાનગઢ રેન્જ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972-સુધારા 2022 અને ભારતીય વન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં તપાસ અધિકારી અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાગરભાઇ બી. મકવાણા, વનપાલ એ.બી. જાડેજા, વી.ડી. સોલંકી તથા વનરક્ષક એસ.ડી. સરવૈયા, એસ.આર. ખટાણા, એન.કે. સાપરા અને એ.જી. ચૌહાણ સહિતની ટીમ જોડાઈ હતી. ઝડપાયેલા આરોપીને થાનગઢની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વન્યજીવ સંરક્ષણની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં હેલ્મેટ વગરના ચાલકોને દંડને બદલે ગુલાબ:ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ માટે 'ગાંધીગીરી' અપનાવી અપીલ
    Next Article
    Surendrangar News | થાનમાં ગેરકાયદે ખોદકામ કરેલી ખાણમાં યુવકનું મોત | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment