Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં પ્રી-મોન્સૂન રિવ્યુ બેઠક યોજાઈ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ

    9 hours ago

    હિંમતનગરની કલેક્ટર કચેરીના પોળો હોલ ખાતે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન રિવ્યુ બેઠક યોજાઈ હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આપત્તિના સમયે જાનમાલનું નુકસાન ઘટાડવાનો હતો. કલેક્ટરે તમામ અમલીકરણ અધિકારીઓને સતર્ક રહીને કામગીરી કરવા અને ડિઝાસ્ટર પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યા હતા. તેમણે આગામી વરસાદી સિઝન દરમિયાન તમામ વિભાગો વચ્ચે સંકલન સાધવા પર ભાર મૂક્યો હતો. ચોમાસા દરમિયાન સંચાર અને માહિતીના આદાન-પ્રદાનને મહત્વ આપતા, કલેક્ટરે જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલરૂમને 24x7 કાર્યરત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, દર બે કલાકે વરસાદના આંકડાની સચોટ માહિતી પહોંચાડવા અને તમામ મામલતદાર કચેરીઓના લેન્ડલાઈન ફોન સત્વરે ચાલુ કરવા જણાવાયું હતું. માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, સ્ટેટ અને ફાયર ઓફિસર સહિતના તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો અધતન કરી રજૂ કરવા તેમજ તાલુકા વાઈઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટરે નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને વોટર લોગિંગ થતા સ્થળોની યાદી સંબંધિત ગામના તલાટી અને સરપંચના સંપર્ક નંબર સાથે તૈયાર રાખવા તાકીદ કરી હતી. વરસાદી પાણીના ભરાવા અને સંભવિત જોખમોને ટાળવા માટે ચોમાસા પૂર્વે ગટર અને નદી-નાળાની સફાઈ પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. જોખમી વૃક્ષોનું કટીંગ કરવા તેમજ ભારે વરસાદને કારણે વીજળીના થાંભલા ધરાશાયી થાય તો તેને તાત્કાલિક હટાવી વીજ પુરવઠો પૂર્વવત કરવા આદેશ અપાયા હતા. રસ્તાના ખાડાનું સમયસર રિપેરિંગ, ડેમમાં બફર ઝોનની જાળવણી અને અંડરબ્રિજમાં પાણી ભરાય ત્યારે બેરિકેટિંગ કરી અવરજવર રોકવા જેવા સુરક્ષાત્મક પગલાં લેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતાના ભાગરૂપે તરવૈયા અને આપદામિત્રોની યાદી તૈયાર રાખવા તેમજ લાઈફ બોયા, જેકેટ અને જનરેટર જેવા બચાવ સાધનોનું વેરિફિકેશન કરવા બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. જોખમી સ્થળોએ રેડિયમ સિગ્નલ મૂકવા અને ભયજનક ઈમારતો તેમજ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી પૂર્ણ કરવા પર પણ ભાર મુકાયો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરો સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટાટા ટ્રસ્ટની મહત્વની બેઠક 16 મે સુધી ટળી:ટાટા સન્સના લિસ્ટિંગ પર નિર્ણય લેવાનો હતો, બોર્ડમાં ગવર્નન્સ અને હિસ્સેદારીને લઈને મતભેદ
    Next Article
    ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના 45મા સ્થાપના વર્ષનું સેલિબ્રેશન:PM મોદી ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment