Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના 45મા સ્થાપના વર્ષનું સેલિબ્રેશન:PM મોદી ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

    8 hours ago

    વડાપ્રધાન મોદી આગામી 10 મે ના રોજ બેંગલુરુ સ્થિત ધ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાનાર ધ આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ પૂર્ણ થવાના તથા તેના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસ નિમિત્તે આયોજિત ઐતિહાસિક ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે. સરકારી નેતાઓથી લઈને લોકસેવક, ખેડૂતોથી લઈને એન્જિનિયર, ગૃહિણીઓથી લઈને CEO, વિદ્યાર્થીઓથી લઈને વરિષ્ઠ નાગરિક, તેમજ હજારો આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત જીવનના દરેક ક્ષેત્રના સહભાગીઓને આકર્ષતો આ કાર્યક્રમ ગુરુદેવના નેતૃત્વ અને સંસ્થાના વ્યાપને ઉજવતો એક અનોખો સમાગમ છે. PM મોદી આ ઉજવણી પ્રસંગે મુખ્ય પ્રવચન આપશે તેમજ આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિર - એક સમર્પિત ધ્યાન હોલ નું ઉદ્ઘાટન કરશે, સાથે જ માનસિક સુખાકારી, ગ્રામ વિકાસ, પ્રકૃતિ સંરક્ષણ અને સામાજિક પરિવર્તન જેવા ક્ષેત્રોમાં વર્ષભર ચાલનારી રાષ્ટ્રીય સેવા પહેલોની શરૂઆત કરશે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ વિશ્વ શાંતિ માટેનું વૈશ્વિક ધ્યાન 13 મે 2026ના રોજ યોજાશે અને તેનું વિશ્વવ્યાપી લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. 1981 માં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત ધ આર્ટ ઓફ લિવિંગ આજે 182 દેશોમાં કાર્યરત એક વૈશ્વિક, સ્વયંસેવક આધારિત માનવતાવાદી અને શૈક્ષણિક સંસ્થા બની છે, જેણે સુદર્શન ક્રિયા જેવી પરિવર્તનકારી શ્વાસ પ્રક્રિયાઓ અને સુખાકારી તથા ટકાઉ વિકાસ માટેની આગવી ગ્રામ્ય પહેલો દ્વારા એક અબજથી વધુ જીવનને સ્પર્શ્યા છે. મહિના ભર ચાલનારી ઉજવણીના ભાગરૂપે યોજાનાર અન્ય કાર્યક્રમો નીચે મુજબ છે: • શાસન, વ્યવસાય, મીડિયા, શિક્ષણ, કલા અને સંસ્કૃતિ તેમજ નાગરિક સમાજમાં નૈતિકતા વિષયક વૈશ્વિક નેતૃત્વ સંવાદો અને સમિટ્સ. • જ્યાં ધ આર્ટ ઓફ લિવિંગ કાર્યરત છે તે 182 દેશોની વૈવિધ્યસભર સંસ્કૃતિઓમાંથી સંગીત, નૃત્ય અને કલાત્મક અભિવ્યક્તિઓ દર્શાવતા સાંસ્કૃતિક મહોત્સવો. • ભારતના 450થી વધુ જિલ્લાઓમાં ‘અનસંગ એવરિડે હીરોઝ’ને સન્માનિત કરતા સમારોહ. • ઉદ્યોગો અને જાહેર સેવાઓમાં માનવીય અને ટકાઉ અભિગમોને પ્રોત્સાહન આપતી નીતિ અને વિષયક ચર્ચાઓ. • 25-26 મે દરમિયાન કેદી કલ્યાણ અને નીતિ સુધારાઓ વિષયક ચર્ચા, જેમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને જેલ કેદીઓ માટેના ધ આર્ટ ઓફ લિવિંગ કાર્યક્રમના પ્રભાવને ઉજાગર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં પ્રી-મોન્સૂન રિવ્યુ બેઠક યોજાઈ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ
    Next Article
    As Punjab CM’s ‘Shukrana’ rally enters day 3, teachers, protesters allege detentions, house arrest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment