Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશન બહારથી જ આરોપી ફરાર:વાડજમાં સગીરાને ભગાડીને દુષ્કર્મ કરનાર આરોપી વહેલી સવારે ગાડીમાંથી ઉતરતી વખતે ભાગી છુટ્યો

    11 hours ago

    શહેરના વાડજ પોલીસ સ્ટેશનના નાક નીચેથી જ દુષ્કર્મનો એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. 14 વર્ષની સગીરાને ભગાડી જઈ તેની પર દુષ્કર્મ કરનાર આરોપીને મેડિકલ તપાસ બાદ જ્યારે પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યો, ત્યારે તે ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસકર્મીઓની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. શું હતી સમગ્ર ઘટના? વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરામાં રહેતી 14 વર્ષીય સગીરાને ત્રણ દિવસ પહેલા જ 23 વર્ષીય ભરત ડાભાણી ભગાડી ગયો હતો. સગીરાના પરિવારની ફરિયાદના આધારે વાડજ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને માહિતી મળી હતી કે બંને રાજસ્થાન તરફ ભાગ્યા છે. જે બાદ પોલીસની ટીમે ત્યાં પહોંચી આરોપી ભરતની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવી અમદાવાદ લાવ્યા હતા. પોલીસ સ્ટેશનના દરવાજેથી જ આરોપી ફરાર આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાથી તેની સામે પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. નિયમ મુજબ મોડીરાત્રે પોલીસ આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. વહેલી સવારે જ્યારે પોલીસની ગાડી આરોપીને લઈને વાડજ પોલીસ સ્ટેશન પરત આવી, ત્યારે ગાડીમાંથી ઉતરતી વખતે આરોપી ભરતે તકનો લાભ લીધો અને પોલીસકર્મીઓને ધક્કો મારીને અંધારામાં નાસી છૂટ્યો હતો. પીઆઈનું નિવેદન, ટીમો રવાના કરાઈ વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગરાસિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આરોપી ભરત ડાભાણી ધરપકડ બાદ મેડિકલ તપાસ કરાવી પરત લાવતી વખતે નાસી ગયો છે. આ મામલે બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે પણ તપાસ થઈ શકે છે. હાલ આરોપીને ફરીથી ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી છે. રક્ષકોની હાજરીમાં જ આરોપી નાસતા સવાલ ઉઠ્યા પોલીસ સ્ટેશનની બહારથી જ આરોપી ભાગી જવાની ઘટનાએ પોલીસની સતર્કતા પર મોટા સવાલો ઊભા કર્યા છે. સગીરાના માતા-પિતાએ ન્યાયની આશાએ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આરોપીના ફરાર થવાથી પરિવારમાં ફરી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે રામાપીરના ટેકરા અને સંભવિત આશ્રયસ્થાનો પર વોચ ગોઠવી છે.
    Click here to Read More
    Previous Article
    વાપી GIDCમાં ભીષણ આગ:થર્ડ ફેસની કંપનીમાં ભભૂકેલી જ્વાળાઓથી દોડધામ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા
    Next Article
    ડિગ્રીના નામે છેતરતા 'શિક્ષણ માફિયાઓ'થી બચવા જાહેર નોટિસ:ધો-12 પછી પ્રવેશ લેતા પહેલા ચેતજો, લેભાગુ સ્ટડી સેન્ટરો સામે VNSGUની ગંભીર ચેતવણી, કડક એક્શન લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment