Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરોએ હવે હદ વટાવી:વટવા GIDCમાં પરિવાર રાત્રે ઊંઘતો રહ્યો અને તસ્કરો બાંધેલા પશુઓ છોડીને લઈ ગયા

    1 day ago

    શહેરમાં તસ્કરોએ હવે હદ વટાવી દીધી છે. સામાન્ય રીતે ઘરફોડ કે વાહન ચોરીના બનાવો સાંભળવા મળતા હોય છે, પરંતુ હવે તસ્કરો પશુઓને પણ નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં એક પશુપાલકના ઘરની બહાર વાડામાં બાંધેલી એક દૂધતી ગાય અને બે વાછરડીની મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પશુપાલકે વટવા GIDC પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિવાર ઊંઘતો રહ્યો અને તસ્કરો પશુઓ લઈ ગયા પ્રાપ્ત વિગતો અનુસાર, વટવા GIDCમાં પાણીની ટાંકી પાસે રહેતા 28 વર્ષીય જેઠાભાઈ હાજાભાઈ ભરવાડ પશુપાલન કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ કુલ 9 જેટલી ગાયો રાખી છે અને દૂધનો વ્યવસાય કરે છે. ગત 6ઠ્ઠી ઓક્ટોબરની રાત્રે જેઠાભાઈ અને તેમના પરિવારના તમામ સભ્યો જમીને સૂઈ ગયા હતા. આ સમયે ઘરની બહાર બનાવેલા વાડામાં તેમના પશુઓ બાંધેલા હતા. સવારે દૂધ દોહવા ઉઠ્યા ત્યારે જાણ થઈ બીજે દિવસે સવારે 5 વાગ્યાની આસપાસ જ્યારે જેઠાભાઈ રોજિંદા ક્રમ મુજબ ગાયોનું દૂધ દોહવા માટે ઊઠ્યા, ત્યારે તેમને વાડામાં બાંધેલી ગાયો પૈકી એક દૂધ આપતી ગાય અને બે વાછરડીઓ જોવા મળી નહોતી. પોતાની ગાયો ગુમ થતાં તેમણે તાત્કાલિક આસપાસના વિસ્તારમાં અને ગામમાં શોધખોળ આદરી હતી. લાંબી તપાસ કરવા છતાં ગાયોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. વાહનમાં આવીને ચોરી કર્યાની પોલીસની શંકા છેવટે, રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યો શખ્સ વાડામાં પ્રવેશીને 3 પશુઓની ચોરી કરી ગયો હોવાનું સ્પષ્ટ થતાં જેઠાભાઈએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક શંકા વ્યક્ત કરી છે કે ચોર કોઈ મોટું વાહન લઈને આવ્યા હશે અને તેમાં જ પશુઓને ભરીને ફરાર થઈ ગયા હશે. આસપાસના સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તસ્કરોનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની રેની સોલંકીએ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો:અમદાવાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની વલસાડનું ગૌરવ વધાર્યું
    Next Article
    Sri Lanka Cricket Appoints Kusal Mendis As Test Captain After Dhananjaya De Silva Steps Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment