Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિગ્રીના નામે છેતરતા 'શિક્ષણ માફિયાઓ'થી બચવા જાહેર નોટિસ:ધો-12 પછી પ્રવેશ લેતા પહેલા ચેતજો, લેભાગુ સ્ટડી સેન્ટરો સામે VNSGUની ગંભીર ચેતવણી, કડક એક્શન લેશે

    10 hours ago

    ધોરણ 12 અને તેની સમકક્ષ પરીક્ષાઓના પરિણામો જાહેર થતાની સાથે જ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે 'મિશન એડમિશન' શરૂ થઈ ગયું છે. આ સમયનો લાભ લઈને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક લેભાગુ સ્ટડી સેન્ટરો અને શિક્ષણ માફિયાઓ સક્રિય થયા છે. જેઓ ડિગ્રી આપવાના ખોટા દાવા અને લોભામણી લાલચ આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા દ્વારા એક અત્યંત મહત્વની જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. VNSGUના વાઇસ ચાન્સેલરની ગંભીર ચેતવણી VNSGUના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ધોરણ 12ના પરિણામો પછી અમે વાલીઓ અને આમ જનતાને ચેતવણીના ભાગરૂપે પબ્લિક નોટિસ જાહેર કરી છે. તમારા વિસ્તારમાં તમે જે સંસ્થા કે એકેડમીમાં પ્રવેશ લઈ રહ્યા છો, તેનું નામ યુજીસી (UGC)ની સત્તાવાર વેબસાઇટ પર હોવું અનિવાર્ય છે. જો ત્યાં ઉલ્લેખ ન હોય, તો તેવી સંસ્થાઓમાં પ્રવેશ લેવો એ તમારા ભવિષ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. UGCની વેબસાઈટ પર આ રીતે કરો તપાસ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ કોઈપણ સંસ્થામાં ફી ભરે તે પહેલાં www.ugc.ac.in પર જઈને રાજ્ય, યુનિવર્સિટી અને તે ચોક્કસ સ્થળની માન્યતા તપાસી લે. જો આ ત્રણેય બાબતોનો ઉલ્લેખ યુજીસીની યાદીમાં ન હોય, તો તે સંસ્થા ગેરકાયદેસર હોઈ શકે છે. માન્યતા વગરની સંસ્થાઓમાં પ્રવેશ લેવાથી વિદ્યાર્થીની કારકિર્દી અટવાઈ જાય છે અને મેળવેલી ડિગ્રીની કોઈ કિંમત રહેતી નથી. શિક્ષણ માફિયાઓનું મોડસ ઓપરેન્ડી, લોભામણી લાલચ છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ માફિયાઓ સક્રિય થયા છે જેઓ ટ્યુશન ક્લાસિસ કે ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ઓઠા હેઠળ અન્ય રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડાણના ખોટા દાવા કરે છે. તેઓ 'ઓછી મહેનતે ડિગ્રી' કે 'ઘેર બેઠા પરીક્ષા' જેવી લોભામણી જાહેરાતો દ્વારા મધ્યમ વર્ગના વાલીઓને ભ્રમિત કરે છે. આ પ્રકારના સ્ટડી સેન્ટરો પાસે રાજ્ય સરકાર કે સ્થાનિક યુનિવર્સિટીનું કોઈ NOC હોતું નથી. ફી અને કારકિર્દી બંને જોખમમાં મુકાશે જો વિદ્યાર્થીઓ આવી લેભાગુ સંસ્થાઓમાં પ્રવેશ લે છે, તો તેમની મોટી રકમની ફી તો ડૂબે જ છે, પણ સાથે સાથે વર્ષોની મહેનત પણ પાણીમાં જાય છે. ખોટી સંસ્થામાંથી લીધેલી ડિગ્રી સરકારી નોકરી કે આગળના અભ્યાસ માટે માન્ય ગણાતી નથી. વાઇસ ચાન્સેલરે સ્પષ્ટ કર્યું છે કે આવી સંસ્થાઓમાં પ્રવેશ લેવાથી તમારી કારકિર્દી મુશ્કેલ બની શકે છે, તેથી સમજી વિચારીને ડગલું ભરવું. ખોટી સંસ્થાઓ સામે યુનિવર્સિટી લેશે કડક એક્શન VNSGU દ્વારા તેની તમામ એફિલિએટેડ (જોડાણ ધરાવતી) કોલેજોને પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈના ધ્યાનમાં આવા બોગસ સ્ટડી સેન્ટરો આવે, તો તેના પુરાવા યુનિવર્સિટીને સોંપવા વિનંતી કરાઈ છે. યુનિવર્સિટી સૌથી પહેલા એક તપાસ સમિતિ રચશે અને જો પુરાવા સાચા જણાશે તો તાત્કાલિક ધોરણે પોલીસ કાર્યવાહી (FIR) કરવામાં આવશે. શિક્ષણના નામે ચાલતી આવી હાટડીઓ બંધ કરાવવા યુનિવર્સિટી કટિબદ્ધ છે. જો છેતરાઈ ગયા હોવ તો શું કરવું? ઘણીવાર વિદ્યાર્થીઓ અજાણતામાં આવી સંસ્થાઓમાં ફી ભરી દેતા હોય છે. આ બાબતે VCએ માર્ગદર્શન આપતા કહ્યું કે, જો કોઈ વિદ્યાર્થીએ આવી ખોટી સંસ્થામાં ફી ભરી દીધી હોય અને તેને છેતરાયાનો અહેસાસ થાય, તો તેણે તાત્કાલિક પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત ફરિયાદ કરવી જોઈએ. આ વ્યક્તિગત ફરિયાદના આધારે જ પોલીસ આગળની કાર્યવાહી કરી શકશે અને વિદ્યાર્થીને ન્યાય મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ સ્ટેશન બહારથી જ આરોપી ફરાર:વાડજમાં સગીરાને ભગાડીને દુષ્કર્મ કરનાર આરોપી વહેલી સવારે ગાડીમાંથી ઉતરતી વખતે ભાગી છુટ્યો
    Next Article
    પૂર્વ SP પ્રેમસુખ ડેલુની PM બંદોબસ્તમાં ખાસ નિમણૂક:જામનગરમાં 3દિવસ રોકાઈ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ સંભાળશે, રૂટ રિહર્સલ સહિતની ઝીણવટભરી સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment