Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીગ્રી વગર દવાખાનું ચલાવનાર પશ્ચિમ બંગાળના ઇસમની ધરપકડ:હાલોલના વાંકડીયા ગામેથી એલોપેથીક દવાઓ અને મેડીકલ સાધનો સાથે ઝડપાયો

    6 days ago

    ગોધરા SOG ટીમે હાલોલ તાલુકાના વાંકડીયા ગામેથી ડીગ્રી વગર દવાખાનું ચલાવતા એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળના આ ઇસમ પાસેથી એલોપેથીક દવાઓનો જથ્થો અને મેડીકલ સાધનો મળી આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાના ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઇસમો વિરુદ્ધ SOG ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી છે. SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, મેડીકલ ઓફિસરની ટીમને સાથે રાખીને હાલોલ તાલુકાના વાંકડીયા ગામે એક મકાનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, કોઈપણ માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનું ચલાવનાર પ્રદિપ સશધર માંડલ મળી આવ્યો હતો. તે મૂળ પશ્ચિમ બંગાળના રામનગર, બક્સા, નોર્થ ચોવીસ પરગણાનો રહેવાસી છે. પોલીસે પ્રદિપ માંડલ પાસેથી એલોપેથીક દવાઓ અને મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત કુલ રૂ. ૯,૬૬૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોગસ તબીબ વિરુદ્ધ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની ટેરિફ નીતિને અમેરિકી કોર્ટે ગેરકાયદેસર ગણાવી:10% ટેરિફ લાદવાનો નિર્ણય રદ; કોર્ટે કહ્યું- રાષ્ટ્રપતિએ સત્તાનો દુરુપયોગ કર્યો
    Next Article
    પંચમહાલના ઘુસર ગામે ખાણ ખનિજ ટીમ પર હુમલો:8 શખ્સો સામે વેજલપુર પોલીસ મથકે નામજોગ ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment