Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના આદ્રી દરિયાકિનારે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી, ઓળખ થઈ

    9 hours ago

    ગીર સોમનાથના વેરાવળ તાલુકાના આદ્રી ગામ નજીક દરિયાકિનારે આવેલા ફોરેસ્ટ વિસ્તારમાંથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. રાહદારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આદ્રી મહાકાળી માતાના મંદિરથી ડાબી બાજુ ફોરેસ્ટ વિસ્તારના દરિયાકાંઠે અંદાજિત બે કિલોમીટર દૂરથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે આ અંગે પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, જેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ અરજણભાઈ રાજાભાઈ જામોલ (ઉંમર આશરે 65 વર્ષ) તરીકે થઈ છે, જેઓ વેરાવળ તાલુકાના વાવડી ગામના રહેવાસી હતા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે કે મૃતક આ સ્થળે કેવી રીતે પહોંચ્યા અને આ ઘટના ક્યારની છે. આ કામગીરીમાં ફાયર બ્રિગેડના ફાયરમેન જીતેન્દ્રસિંહ ગોહિલ અને જીતેશ ભરડવા તેમજ વાહન GJ 18 GB 3223 અને અન્ય સહાયકોની ટીમ જોડાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મનપા તંત્રની ઘોર બેદરકારી:રાજકોટનાં જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના બે માસ બાદ પણ રોડ બન્યો નહીં, ચોમાસામાં પુરનો ભય, મ્યુ. કમિશ્નરે કહ્યું- આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે
    Next Article
    હિંમતનગરના તખતગઢ રામદેવપીર મંદિરમાં તસ્કરોનો તરખાટ:ચોર દાનપેટી અને ચાંદીનું છત્ર લઈ ફરાર,CCTVમાં ઘટના કેદ;ચાર મહિનામાં બીજી વાર ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment