Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કુટણખાનું ઝડપાયું:પાર્શ્વનાથ કોમ્પ્લેક્સમાં મકાન ભાડે રાખી દેહવેપાર ચાલતો, મહિલા-ગ્રાહક ઝડપાયા

    2 days ago

    સુરેન્દ્રનગર શહેરમાં દેહવેપારનો પર્દાફાશ થયો છે. કુંથુનાથ જિનાલય ચોક નજીક આવેલા પાર્શ્વનાથ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા એક રહેણાંક મકાનમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના એએસઆઈ ધનરાજસિંહ વાઘેલાને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે એએસપી વૈદીકા બીહાની, પીએસઆઈ આર.જી. ચુડાસમા, વિજયસિંહ, લતાબેન અને રંજનબેન સહિતની ટીમે સ્થળ પર રેડ કરી હતી. પોલીસે બે બેડરૂમ, હોલ અને કિચન ધરાવતા મકાનમાં દરોડો પાડ્યો ત્યારે હોલમાંથી બે મહિલાઓ મળી આવી હતી. પ્રથમ રૂમમાંથી એક સ્ત્રી અને એક પુરુષ વાંધાજનક હાલતમાં પકડાયા હતા, જ્યારે બીજા રૂમમાં એક મહિલા સૂતેલી મળી આવી હતી. પોલીસે પાંચેય વ્યક્તિઓની પૂછપરછ કરતાં હોલમાં બેઠેલી એક મહિલાએ જણાવ્યું કે તેણે આ મકાન એકાદ મહિના પહેલા 4500 રૂપિયાના માસિક ભાડે રાખ્યું હતું. તે રૂપલલનાઓને બોલાવી દેહવેપાર કરાવતી હતી. ગ્રાહકો પાસેથી 800 રૂપિયા લઈ તેમાંથી 500 રૂપિયા રૂપલલનાને આપતી અને 300 રૂપિયા કમિશન પેટે પોતે રાખતી હતી. પોલીસે આ ગોરખધંધા ચલાવનાર મહિલા અને ગ્રાહક યશ વિમલભાઈ ગાંધીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા 1200 રૂપિયા અને 5500 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પીએસઆઈ એચ. એસ. જાડેજા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ચોકલેટનો ઓર્ડર આપવાના બહાને યુવતી પર દુષ્કર્મ:પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપી પર આક્ષેપ, આરોપીની ધરપકડ
    Next Article
    જામનગર જી.જી. હોસ્પિટલમાં સફાઈનો અભાવ:દર્દીઓ ગંદકીથી પરેશાન, તંત્રની નિષ્કાળજી સામે સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment