Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર જી.જી. હોસ્પિટલમાં સફાઈનો અભાવ:દર્દીઓ ગંદકીથી પરેશાન, તંત્રની નિષ્કાળજી સામે સવાલો

    2 days ago

    જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, તે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ સમાન ગણાય છે. જામનગર ઉપરાંત દેવભૂમિ-દ્વારકા અને અન્ય જિલ્લાઓમાંથી દરરોજ હજારો દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. જોકે, છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સફાઈના મુદ્દે તંત્રની ભારે નિષ્કાળજી જોવા મળી રહી છે. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આવેલા વોર્ડના બાથરૂમમાં સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. બાથરૂમ, યુરિનલ અને ટોયલેટની સ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે. આ ગંદકીને કારણે દર્દીઓ વધુ બીમારીનો ભોગ બને તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ પરિસ્થિતિને કારણે દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. લોકો દ્વારા સફાઈ તંત્રને તાત્કાલિક અસરથી હોસ્પિટલના યુરિનલ અને બાથરૂમની યોગ્ય સફાઈ કરવા અને તે અંગે પૂરતી તકેદારી તથા કાળજી લેવા માટે માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કુટણખાનું ઝડપાયું:પાર્શ્વનાથ કોમ્પ્લેક્સમાં મકાન ભાડે રાખી દેહવેપાર ચાલતો, મહિલા-ગ્રાહક ઝડપાયા
    Next Article
    🟠Heavy Rainfall Updates LIVE | દક્ષિણ ગુજરાતમાં કરા સાથે વરસાદ |Gujarat Weather |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment