Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ચોકલેટનો ઓર્ડર આપવાના બહાને યુવતી પર દુષ્કર્મ:પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપી પર આક્ષેપ, આરોપીની ધરપકડ

    11 hours ago

    સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના એક યુવક સામે યુવતી પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત યુવતી અગાઉ ઘરે ચોકલેટ બનાવવાનું કામ કરતી હતી. તેના મોબાઈલ પર વોટ્સએપ દ્વારા એક મેસેજ આવ્યો હતો, જેમાં નવરાત્રી ઇવેન્ટ માટે 100 ચોકલેટના ડબ્બાના ઓર્ડરની વાત કરવામાં આવી હતી. મેસેજ કરનારે પોતાનું નામ હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વિરેન્દ્રસિંહ ચૌહાણ જણાવ્યું હતું. આ પછી, રાવણ અને યુવતી વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. એક દિવસ રાવણે યુવતીને બહાર ફરવા જવાનું કહેતા યુવતીએ હા પાડી હતી. રાવણ બ્લેક ફિલ્મવાળી ઇકો કાર લઈને આવ્યો હતો અને યુવતીને ખમીસાણા રોડ પર આવેલી નર્મદા કેનાલના સાયફન નજીક એક અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતી પાસે અયોગ્ય માંગણી કરી હતી, જેનો યુવતીએ મિત્રતાનું કારણ આપી ઇનકાર કર્યો હતો. તેમ છતાં, રાવણે કારમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ રાવણે યુવતીને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત જણાવશે તો તેના પરિવારને મારી નાખશે. તેણે એમ પણ કહ્યું હતું કે તેની પાસે યુવતીની બધી વિગતો છે, જે તે સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેની સગાઈ તોડાવી નાખશે. આ સમગ્ર મામલે જોરાવરનગર પોલીસ મથકે હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા યુનિટના પીઆઈ વી.કે. ખાંટ આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા ફાર્માસિસ્ટની ધરપકડ:આંજણા ફાર્મ પાસેથી પોલીસે દબોચી લીધો; ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી નેટવર્ક ફેલાયાની આશંકા
    Next Article
    સુરેન્દ્રનગરમાં કુટણખાનું ઝડપાયું:પાર્શ્વનાથ કોમ્પ્લેક્સમાં મકાન ભાડે રાખી દેહવેપાર ચાલતો, મહિલા-ગ્રાહક ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment