Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા ફાર્માસિસ્ટની ધરપકડ:આંજણા ફાર્મ પાસેથી પોલીસે દબોચી લીધો; ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી નેટવર્ક ફેલાયાની આશંકા

    10 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનાર ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની આજે (8 મે) પોલીસે આંજળા ફાર્મના પાછળના ભાગેથી ધરપકડ કરી છે. આરોપી રામગોપાલ મમતા હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો હતો. દરોડા દરમિયાન આ લેભાગુ તબીબના કાળા કારનામા જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 6 મહિના પહેલાં જેલમાં ગયો, છૂટીને ફરી 'મોતની હાટડી' ખોલી નાખી નવેમ્બર 2025માં પણ આ જ રામગોપાલ શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતા પકડાયો હતો. તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં, કાયદાના જરાય ડર વગર તેણે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં એ જ જૂના સ્થળે મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી. આરોપી એટલો બેખોફ હતો કે તે 10,000માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરી આપતો અને 15,000માં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની 'સુવિધા' પૂરી પાડતો હતો. આ પણ વાંચો... હોસ્પિટલના ગેટને તાળું મારી અંદર ગેરકાયદે ગર્ભપાત કરાવતા, LIVE રેડ મહારાષ્ટ્ર-રાજસ્થાન સુધી નેટવર્ક પણ સુરતનું આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું રામગોપાલના આ કાળા કારનામાની ચર્ચા સુરતથી હજારો કિલોમીટર દૂર મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલી હતી. પરપ્રાંતની સગર્ભાઓ અહીં ગર્ભપાત માટે આવતી હતી. નવાઈની વાત એ છે કે, જેની ચર્ચા અન્ય રાજ્યોમાં હતી, તેનાથી સ્થાનિક આરોગ્ય વિભાગ સાવ અજાણ હતો! સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલના નાક નીચે આ ગોરખધંધો ચાલતો રહ્યો, પરંતુ તેમણે કે તેમની ટીમે શંકાસ્પદ હોસ્પિટલો કે સોનોગ્રાફી સેન્ટરો પર તપાસ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી. આ પણ વાંચો... ‘સંતોષ’,‘શિવાય’ અને હવે ‘મમતા’ના નામે રામગોપાલના કાંડ, 10 હજારમાં ઘરે આવી ગર્ભ પરીક્ષણ અને 15 હજારમાં ગર્ભપાત કરતો CDHO ડૉ. અનિલ પટેલની કામગીરી સામે સવાલ શહેરમાં આવી અનેક ગેરકાયદે હોસ્પિટલો ધમધમી રહી હોવાની આશંકા છે. ડૉ. અનિલ પટેલના કાર્યકાળ દરમિયાન કેટલા સેન્ટરો પર તપાસ થઈ અને કેટલા સામે કડક પગલાં ભરાયા, જો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આરોગ્ય વિભાગમાં ચાલતી મોટી લાલિયાવાડી અને મિલીભગત બહાર આવી શકે તેમ છે. એકવાર ગુનામાં પકડાયેલા ફાર્માસિસ્ટનું લાયસન્સ રદ કરવા માટે પણ વિભાગ કોઈ મુહૂર્તની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાય છે. પોલીસ હવે રામગોપાલની કુંડળી ખંગાળશે હાલ તો પોલીસે આ લેભાગુ ફાર્માસિસ્ટ સામે કાયદાનો સકંજો કસ્યો છે. તેની પૂછપરછમાં અનેક મોટા નામો અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટોના નામ ખૂલે તેવી શક્યતા છે. ડૉક્ટર ન હોવા છતાં તે કઈ રીતે અને કોની મદદથી આટલા મોટા પાયે ગર્ભપાતની હાટડી ચલાવતો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. રેડમાં થયો હતો પર્દાફાશ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ આરોગ્ય વિભાગે મમતા મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. જેમાં પોર્ટેબલ મશીન દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને માત્ર 15 હજાર રૂપિયામાં દીકરીઓનો ગર્ભપાત કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં હવે પોલીસ દ્વારા રામગોપાલના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પ્રેમ પ્રકરણ છુપાવવા વિદ્યાર્થિનીનું ખતરનાક કાવતરું:પોતે જ ચપ્પુ ખરીદ્યું, ઘરેથી લાવેલું ફિનાઈલ પીધું, પરિવાર-પોલીસને હુમલો થયાનું કહ્યું; અંતે ભાડો ફૂટ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં ચોકલેટનો ઓર્ડર આપવાના બહાને યુવતી પર દુષ્કર્મ:પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપી પર આક્ષેપ, આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment