Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને આવ્યો રોવાનો વારો:જોડિયાકુવા પંથકમાં સૂરણના ભાવ તળિયે બેસવાથી ખેડૂતો પાયમાલ

    5 days ago

    કાલોલના જોડિયાકુવા ગામ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નફાકારક માનાતી સૂરણની ખેતી તરફ વળ્યા હતા. ગત વર્ષે પ્રતિ મણ 1400 રૂપિયા સુધી વેચાતું સૂરણ આ વર્ષે માત્ર 600 રૂપિયા સુધી પહોંચતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. એક મણ પાછળ રૂા.450ના ખર્ચ સામે 600 રૂા.ના ભાવથી ખેડૂતોએ આખું વર્ષ મહેનત કરવા છતા હાથમાં હાથ ખર્ચી જેટલા મળતાં આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જોડિયાકુવા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી ખેડૂતો દ્વારા પરંપરાગત પાકોની જગ્યાએ સૂરણની ખેતી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં હાલ મોટા પાયે સૂરણનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ વર્ષે પણ ખેડૂતોને સારો પાક મળ્યો છે. પરંતુ ઉત્પાદન સારું થવા છતાં બજારમાં ભાવ તૂટી પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગત વર્ષે સૂરણનો ભાવ પ્રતિ મણ અંદાજે 1400 રૂા. સુધી મળતો હતો. જ્યારે આ વર્ષે એ જ પાકના ભાવ ઘટીને લગભગ 600 રૂા. પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે. એટલે કે અડધાથી પણ ઓછા ભાવ મળતા ખેડૂતોને ખેતી ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. સૂરણની ખેતીમાં બિયારણ, મજૂરી, ખાતર, દવાઓ અને સિંચાઈ પાછળ એક મણ 450 રૂા.ના ખર્ચ થાય છે. સૂરણનો પાક એક વર્ષે તૈયાર થતો હોય છે ત્યારે ખેડૂતોની અન્ય પાકોનું પણ પોતાના ખેતરમાં વાવેતર કરી શકતા નથી. જેથી ખેડૂતની જીવાદોરી માત્ર સુરણનો પાક છે. રૂા.450ના ખર્ચ સામે ફક્ત 600 રૂા.નો સૂરણનો ભાવ મળતા ખેડૂતો આર્થિક સંકટમાં આવી ગયા છે. અનેક ખેડૂતો દ્વારા ઉધાર અને ધિરાણ લઈને ખેતી કરવામાં આવી હતી. પરંતુ હવે બજારમાં પૂરતા ભાવ ન મળતા આર્થિક નુકસાનની ભીતિ વધી રહી છે. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સૂરણના પાકને યોગ્ય બજારભાવ મળે તે માટે સરકાર હસ્તક્ષેપ કરે જેથી ખેડૂતોને થતા નુકસાનમાંથી થોડી ઘણી રાહત મળી શકે. સ્વાદ સાથે સ્વાસ્થ્યનો ખજાનો સૂરણ ખાવા સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આયુર્વેદમાં તેને ’અર્શોઘ્ન’ કહેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ‘હરસ-મસા’નો નાશ કરનાર છે. સૂરણથી હરસ-મસા માટે રામબાણ ઈલાજ, પાચનશક્તિમાં સુધારો, વજન ઘટાડવામાં મદદરૂપ, ડાયાબિટીસમાં ફાયદાકારક, હોર્મોનલ સંતુલન (ખાસ કરીને મહિલાઓ માટે), વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર હોય છે.
    Click here to Read More
    Previous Article
    લો-વોલ્ટેજથી લોકો પરેશાન:ગોધરા રેલવે સ્ટેશન પાસેનું ટ્રાન્સફોર્મર શોભાના ગાંઠિયા સમાન
    Next Article
    આંકલીમાં કાયદાની વિચિત્ર વિસંગતતાનો કિસ્સો:વોટ આપવા માટે ‌‌‘મોટો' પરંતુ લગ્ન માટે ‌‌‌‌‌‘નાનો' ગણાતા 18.08 વર્ષના વરરાજા સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment