Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંકલીમાં કાયદાની વિચિત્ર વિસંગતતાનો કિસ્સો:વોટ આપવા માટે ‌‌‘મોટો' પરંતુ લગ્ન માટે ‌‌‌‌‌‘નાનો' ગણાતા 18.08 વર્ષના વરરાજા સામે ગુનો દાખલ

    1 week ago

    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના આંકલી ગામે બાળ લગ્નનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેણે કાયદાકીય વિસંગતતાઓને ચર્ચાના એરણે ચડાવી છે. આંકલીના મોટા ફળિયામાં રહેતા પ્રકાશ ભીખા બારિયા અને ગંગાબેન બારિયાએ તેમના પુત્ર વિજયના લગ્ન ગત 15 એપ્રિલે ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામના અભેસિંગ બારિયાની દીકરી રેખાકુમારી સાથે કરાવ્યા હતા. વરરાજા દેખાવમાં ઘણો નાનો લાગતો હોવાથી લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે બાળ લગ્ન પ્રતિબંધક વિભાગ અને CWCની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં વર-કન્યાની વય મર્યાદાને લઈને ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વરરાજા વિજયનો જન્મ 8 ઓગસ્ટ 2007ના રોજ થયો હોવાથી લગ્ન સમયે તેની ઉંમર 18 વર્ષ અને 8 મહિના હતી. જ્યારે કન્યા રેખાકુમારીનો જન્મ 1 ફેબ્રુઆરી 2007ના રોજ થયો હોવાથી લગ્ન સમયે તેની ઉંમર 19 વર્ષ 2 મહિના અને 14 દિવસ હતી. કન્યા પુખ્ત વયની હતી પણ ભારતીય કાયદા મુજબ લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ હોવી અનિવાર્ય હોવાથી આ લગ્નને ‘બાળ લગ્ન' ગણવામાં આવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી મનીષકુમાર કાપડીયાએ 6 મેના રોજ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વરરાજા, તેના માતા-પિતા અને કન્યાના પિતા સામે ગુનો દાખલ કર્યો છે. આ કિસ્સાનું સૌથી મહત્વનું પાસું એ છે કે, વિજય 18 વર્ષની વય વટાવી ચૂક્યો હોવાથી તે લોકશાહીમાં મતાધિકાર માટે ‘પુખ્ત' ગણાય છે પરંતુ લગ્ન માટે કાયદાકીય રીતે હજુ ‘બાળક' છે. સામાન્ય રીતે સગીરો સામેના કેસ જુવેનાઈલ બોર્ડમાં ચાલે છે પરંતુ વિજય 18 વર્ષથી ઉપરનો હોવાથી તેની સામે સામાન્ય અદાલતમાં ‘પુખ્ત ગુનેગાર' તરીકે કેસ ચાલી શકે છે. મતાધિકાર માટે ‘પુખ્ત’ પણ લગ્ન માટે કેમ ‘બાળક’? લોકશાહીમાં 18 વર્ષની ઉંમરે મળતો મતાધિકાર એ ‘રાજકીય સશક્તિકરણ’ છે પરંતુ લગ્નની વયમર્યાદા એ સામાજિક અને સ્વાસ્થ્ય સુરક્ષાનું કવચ છે. 18 વર્ષે વ્યક્તિ દેશનું ભવિષ્ય નક્કી કરવા જેટલી સમજદાર હોવાનું મનાય છે. જ્યારે લગ્ન એ વસ્તી નિયંત્રણ, માતૃત્વ સ્વાસ્થ્ય અને આર્થિક નિર્ભરતા સાથે જોડાયેલો ગંભીર સામાજિક મુદ્દો છે. ન્યુરોસાયન્સ મુજબ પણ મગજની પરિપક્વતા 25 વર્ષે પૂર્ણ થાય છે. તેથી મતદાન જેવો સામાજિક હક વહેલો અને લગ્ન જેવી જીવનભરની જવાબદારી મોડી રાખવામાં આવી છે. શિક્ષણ અધૂરું ન રહે અને યુવાનો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી જ આ કાયદાકીય તફાવત રાખવામાં આવ્યો છે. ટૂંકમાં મતાધિકાર ‘નાગરિક હક’ છે જ્યારે લગ્નની ઉંમર મજબૂત પેઢીના નિર્માણ માટેનું ‘રક્ષણ’ છે. ઉંમરના આંકડાનો ઇતિહાસ અને વૈશ્વિક સ્થિતિ દેશમાં આઝાદી સમયે લગ્નની ઉંમર છોકરીઓ માટે 15 અને છોકરાઓ માટે 18 વર્ષ હતી. જે 1978માં સુધારીને 18 અને 21 કરવામાં આવી. તેવી જ રીતે મતદાનની ઉંમર પહેલા 21 વર્ષ હતી. જે 1989માં ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં લગ્ન અને મતદાન બંને માટે 18 વર્ષની સમાન વયમર્યાદા છે. જોકે, ભારતમાં વસ્તી વધારો અને કુપોષણ જેવા પડકારો હોવાથી અહીં લગ્નની ઉંમરને ‘હેલ્થ પેરામીટર' તરીકે જોવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોને આવ્યો રોવાનો વારો:જોડિયાકુવા પંથકમાં સૂરણના ભાવ તળિયે બેસવાથી ખેડૂતો પાયમાલ
    Next Article
    Trump Calls Hormuz Strikes Exchange 'Love Tap', Iran's "Lion" Warning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment