Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો-વોલ્ટેજથી લોકો પરેશાન:ગોધરા રેલવે સ્ટેશન પાસેનું ટ્રાન્સફોર્મર શોભાના ગાંઠિયા સમાન

    5 days ago

    ગોધરા શહેરના રેલવે સ્ટેશન પોલીસ ચોકી નંબર-6 પાસે આવેલા વાલી નં. 1, 2 અને 3 ફળિયાના રહીશો છેલ્લા એક વર્ષથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઓવરલોડને કારણે સર્જાતી લો-વોલ્ટેજની સમસ્યા નિવારવા માટે MGVCL દ્વારા એક વર્ષ અગાઉ નવું ટ્રાન્સફોર્મર મંજૂર કરી લગાડાયું હતું, પરંતુ આજદિન સુધી તેનું જોડાણ ન કરવામાં આવતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારની આ સમસ્યા કાયમી ધોરણે હલ કરવા માટે MGVCL દ્વારા 63 KVનું નવું ટ્રાન્સફોર્મર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, ટ્રાન્સફોર્મર ઊભું કરી દીધાને એક વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં, માત્ર ‘સર્કિટ' જોડવાની નજીવી કામગીરી બાકી હોવાના બહાને તેને કાર્યરત કરવામાં આવ્યું નથી. તંત્રની આ ઢીલી નીતિને કારણે લાખોના ખર્ચે મુકાયેલું સાધન હાલ ધૂળ ખાઈ રહ્યું છે. હાલની કાળઝાળ ગરમી માં લો-વોલ્ટેજને કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણો બગડી જવાની ફરિયાદ ઉઠવા પામેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં હાલમાં 200 KV અને 100 KVના બે ટ્રાન્સફોર્મર કાર્યરત છે. જોકે, વસ્તી અને વીજ વપરાશ વધતા આ બંને ટ્રાન્સફોર્મર પર ભારે લોડ રહે છે. જેના કારણે વારંવાર વીજ ધાંધિયાની ફરિયાદો ઉઠવા પામેલ છે. તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માગ કરવામાં આવેલ છે.
    Click here to Read More
    Previous Article
    દારૂની હેરાફેરી ઝડપાઈ:ખોટી નંબર પ્લેટ લગાવી 3.46 લાખની દારૂની હેરાફેરી કરતી ક્રેટા કાર ઝડપાઇ
    Next Article
    ખેડૂતોને આવ્યો રોવાનો વારો:જોડિયાકુવા પંથકમાં સૂરણના ભાવ તળિયે બેસવાથી ખેડૂતો પાયમાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment